fbpx
Friday, January 10, 2025

કપૂરનો આ સરળ ઉપાય અજમાવો અને તમારા ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરો

મંદિર, જ્યોતિષ, ગુરુ, દેવી , દેવતા દરેક જગ્યાઓ પર ફર્યા પછી પણ કોઇ શાંતિ અને સુખ ન મળી રહ્યા હોય અને સંકટોનું સમાધાન ન થઇ રહ્યું હોય, મૃત્યુતુલ્ય કષ્ટ આવી રહ્યું હોય તો અજમાવો આ સરળ ઉપાયો જે અજમાવવાથી આપને તુરંત જ દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળશે. શાસ્ત્રો અનુસાર આ ઉપાયો અજમાવવા માટે અમુક નિયમોનું પાલન કરવું આવશ્યક છે.

જેમ કે કોઇપણ પ્રકારનો નશો ન કરવો, સ્ત્રીઓને માન-સમ્માન આપવું અને ક્યારેય પોતાના માટે કે બીજાના માટે નકારાત્મક ભાવ ન રાખવો. જો આપ આ ઉપાયો આ નિમયો સાથે અજમાવશો તો ચોક્કસ આપના કષ્ટો દૂર થશે.

કપૂર પ્રગટાવવું

દરરોજ સવારે અને સાંજે ઘરમાં સંધ્યાવંદનના સમયે કપૂર અવશ્ય પ્રગટાવવું. હિન્દુ ધર્મમાં સંધ્યાવંદન, આરતી કે પ્રાર્થના પછી કપૂર પ્રગટાવીને તેની આરતી લેવાની પરંપરા છે. પૂજન, આરતી વગેરે ધાર્મિક કાર્યોમાં કપૂરનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. રાત્રે સૂવાના સમય પહેલા કપૂર પ્રગટાવીન્ સૂવાથી વિશેષ લાભ થાય છે. ઘરના વાસ્તુદોષને દૂર કરવા માટે પણ કપૂર ખૂબ મહત્વનું છે. જો સીડીઓ, બાથરૂમ કે બારણાં ઘરમાં કોઇ ખોટી દિશામાં હોય તો આ દરેક જગ્યા પર એક એક કપૂરની ગોળી રાખી દેવી. ત્યાં રાખેલું કપૂર ચમત્કારિક રૂપે વાસ્તુદોષ દૂર કરે છે.

હનુમાન ચાલીસા

નિત્ય સંધ્યાવંદન સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઇએ. સંધ્યાવંદન ઘરમાં કે મંદિરમાં સવાર-સાંજ કરવામાં આવે છે. પવિત્ર ભાવના અને શાંતિપૂર્વક હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજીની કૃપાની પ્રાપ્તિ થાય છે, જે આપણને દરેક પ્રકારની અઘટિત ઘટનાઓ અને અકસ્માતથી બચાવે છે.
ધૂપ, દીપ, ચંદન, કુમકુમ, જળ, અગર, કપૂર, ગોળ, ઘી, પુષ્પ, પંચામૃત, ફળ, પંચગવ્ય, નૈવેદ્ય, હવન, શંખ, ઘંટ, રંગોળી, આંગણું , તુલસી, તિલક, નાડાછડી, સ્વસ્તિક, ઓમ, પીપળના પાન, કેરીના પાન, કેળના પાન આ બધી વસ્તુઓ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે. ભોજન કર્યા પહેલા કેટલીક માત્રામાં ભોજન અગ્નિને સમર્પિત કરવાથી વૈશ્વદેવ યજ્ઞ પૂર્ણ થાય છે.

ગોળ-ઘીનો ધૂપ

હિન્દુ ધર્મમાં ધૂપ આપવો અને દીપ પ્રજવલિત કરવાના કાર્યને શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે ધૂપ બે રીતે આપવામાં આવે છે. પહેલો તો ગુગળ-કપૂરથી અને બીજો ગોળ-ઘી મેળવીને તેને પ્રજવલિત કોલસા પર રાખવામાં આવે છે. અહીં ગોળ, ઘી, અને ભાત દ્વારા આપવામાં આવતા ધૂપનું ખૂબ મહત્વ છે.

ધૂપ આપવાના નિયમો

નિત્ય ધૂપ ન આપવો. તેરસ, ચૌદસ, અમાસ, પૂનમના દિવસે સવારે અને સાંજે અવશ્ય ધૂપ આપવો જોઇએ. સવારે આપવામાં આવતો ધૂપ દેવગણો માટે અને સાંજે આપવામાં આવતો ધૂપ પિતૃઓ માટે હોય છે. પિતૃઓને માત્ર શ્રાદ્ધ પક્ષમાં જ ધૂપ આપીએ તો સારું રહે છે. ધૂપ આપતા પહેલા ઘરની સફાઇ અવશ્ય કરવી. પવિત્ર થઇને જ ધૂપ આપવો જોઇએ. ઘરના દરેક રૂમમાં દરેક ખૂણામાં ધૂપની સુગંધ પ્રસરવી જોઇએ. ધૂપ આપીએ અને ધૂપની અસર રહે તે સમય દરમ્યાન કોઇપણ પ્રકારનું સંગીત વાગવું ન જોઇએ. જો બને તો આ સમય દરમ્યાન ધીમેથી વાત કરવી જોઇએ.

નારિયેળ

પાણીવાળું એક નારિયેળ લઇને તેને પોતાની ઉપરથી 21 વાર ઉતારીને કોઇ દેવસ્થાન પર જઇને અગ્નિમાં હોમી દેવું જોઇએ. આ ઉપાય માટે પરિવારના જે સભ્ય પર સંકટ હોય તેના માથેથી નારિયેળ ઉતારવું જોઇએ. આ ઉપાય કોઇ મંગળવાર કે શનિવારના દિવસે કરવો જોઇએ. 5 શનિવાર આ ઉપાય અજમાવવાથી અચાનક જ આપના જીવનમાંથી કષ્ટો દૂર થશે. જો આપના પરિવારમાં કોઇ સદસ્યની તબિયત સારી ન હોય તો આ ઉપાય તેમના માટે ઉત્તમ છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles