અળસી એક સુપર ફૂડ્સ છે. અળસીમાં ફાઇબર, પ્રોટીન અને બીજા અનેક પ્રકારના વિટામીન્સ હોય છે. પરંતુ આ બીની ખાસ વાત એ છે કે આ અલ્ફા-લિનોલેનિક એસિડથી ભરપૂર હોય છે જે વાળની ક્વોલિટી સુધારે છે અને સાથે અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે સ્કેલ્પને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ સાથે જ વાળના ટેક્ચરને સારું બનાવે છે. આ સિવાય પણ અળસીના બીજના અનેક ફાયદાઓ છે. આમ, જો તમે આ પ્રોપર રીતે અળસીના બીજનો ઉપયોગ કરો છો તો તમારી હેલ્થ અને સ્કિન માટે બેસ્ટ છે. તો જાણો અળસીના સેવન કરવાના સાચો સમય અને રીતે. આ સાથે જાણો બીજા ફાયદાઓ.
વાળ માટે અળસી કેવી રીતે ખાવી જોઇએ
અંકુરિત અળસી ખાઓ
અંકુરિત અળસી ખાવાથી તમારા વાળનો ગ્રોથ ઝડપથી વધે છે. જો કે અળસીના બીજમાં હાઇ પ્રોટીન હોય છે જે વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે. અંકુરિત અળસી તમે રેગ્યુલર ખાઓ છો તો તમારા વાળને પોષણ મળે છે.
અળસીના પાવડરનો સેવન કરો
કાચી અળસીના બીજને પીસીને એક ગ્લાસ પાણીમાં નાંખો. હવે રોજ ખાલી પેટે આ પાવડરનું સેવન કરો. આનાથી શરીરમાં આયરન વધે છે અને સાથે બ્લડ સર્કુલેશન પણ સારું થાય છે. અળસીના આ પાવડરથી વાળને પોષણ મળે છે અને વાળ લાંબા થાય છે.
અળસીના બીજનું સેવન કરવાનો સાચો સમય
અળસીના બીજને તમારે સવારમાં ખાલી પેટે ખાવાના રહેશે. આ તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ સાથે જ તમે અળસીના બીજ નાસ્તામાં પણ સામેલ કરી શકો છો.
વાળ માટે અળસીને બીજના ફાયદા
ખરતા વાળ રોકે
અળસીના બીજનું તમે આ રીતે સેવન કરો છો તો તમારા ખરતા વાળ બંધ થઇ જાય છે અને સાથે હેલ્ધી થાય છે.
ગ્રોથ વધે
વાળનો ગ્રોથ ફટાફટ વધારે છે. તમારા વાળ બહુ પાતળા છે તો તમે આ રીતે અળસીના બીજનું સેવન કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)