fbpx
Saturday, September 14, 2024

બ્લાઇન્ડ પિમ્પલ્સ શું છે? આ પ્રકારના ખીલથી કેવી રીતે છુટકારો મેળવવો તે જાણો

બ્લાઇન્ડ પિંપલ્સની સમસ્યા સ્કિન પર જ્યારે થાય છે ત્યારે એ ધીરે-ધીરે ડેમેજ થવા લાગે છે. જે ખૂબસુરતીને ખરાબ કરવાનું કામ કરે છે. બ્લાઇન્ડ પિંપલ્સ સામાન્ય રીતે એક ટાઇપના ખીલ હોય છે જે ચામડીની નીચેના ભાગમાં થાય છે. આ ટાઇપના ખીલ દૂરથી દેખાતા નથી. હાથથી ટચ કર્યા પછી આ ખીલ વિશે ખબર પડે છે જેને બ્લાઇન્ડ પિપલ્સ કહેવામાં આવે છે. આ ખીલમાંથી જલદી છૂટકારો મળતો નથી. અનેક લોકોને આ ટાઇપના ખીલ થતા હોય છે. તો જાણો જ્યારે બ્લાઇન્ડ પિપલ્સ થાય ત્યારે ખાસ કરીને શું ધ્યાન રાખશો.

દબાવશો નહીં

બ્લાઇન્ડ પિંપલ્સ સામાન્ય રીતે બીજા ખીલની જેમ હોતા નથી. આ ટાઇપના પિંપલ્સ જ્યારે પણ તમને સ્કિન પર થાય તો એને દબાવશો કે ફોડશો નહીં. આમ કરવાથી તમને ડાઘા પડી શકે છે. આ માટે હંમેશા બ્લાઇન્ડ પિંપલ્સને એની જાતે જ ઠીક થવા દો.

ગરમ પાણીથી ક્લિન કરો

આ ટાઇપના પિંપલ્સને ગરમ પાણીથી સાફ કરવા ખૂબ જરૂરી છે. આ માટે તમે કોટનનું કપડુ લો અને એને ગરમ પાણીમાં નીચોવી લો. ત્યારબાદ આ કપડાથી ખીલને સાફ કરી લો. આમ તમને જે પણ જગ્યા પર ખીલ થયા છે ત્યાં આ રીતે સાફ કરી દો. આમ કરવાથી આ પિંપલ્સના ડાઘા પડશે નહીં.

ટી ટ્રી ઓઇલ

ટી ટ્રી ઓઇલ એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. આ માટે તમે કોઇ પણ ફેસ ઓઇલમાં ટી ટ્રી ઓઇલ મિક્સ કરી દો અને પછી ચહેરા પર લગાવો. આમ કરવાથી સ્કિન પર આ ટાઇપના પિંપલ્સના ડાઘા પડશે નહીં અને તમારી સ્કિન ડેમેજ પણ નહીં થાય.

બરફથી રાહત

બ્લાઇન્ડ પિંપલ્સ જે લોકોને થાય છે એને ઘણી વાર એ સાઇડની જગ્યા પર દુખતુ હોય છે. આ ટાઇપના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે બરફનો ઉપયોગ કરો. બરફનો ઉપયોગ કરવાથી તમને દુખાવામાં રાહત થઇ જાય છે. આ સાથે જ ખીલના ડાઘા પણ પડતા નથી. બરફ એક સારો ઓપ્શન છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles