વજન વધવાની સમસ્યા હવે સામાન્ય બની ગઇ છે. આમ, જો વાત કરવામાં આવે તો અનેક લોકો પોતાનું વજન ઓછુ કરવા માટે જીમમાં જઇને કસરત કરતા હોય છે તેમજ ઘરે એક્સેસાઇઝ અને ડાયટ કરતા હોય છે. તેમ છતા જોઇએ એ પ્રમાણમાં રિઝલ્ટ મળતુ નથી અને વજન વધેલું જ રહે છે. તમને જણાવી દઇએ કે વધતા વજનને કંટ્રોલ કરવુ ખૂબ જરૂરી છે. જો તમે વધતા વજન પર ધ્યાન આપતા નથી શરીર ફુલતુ જાય છે અને સાથે અને શરીરમાં અનેક બીમારીઓ એન્ટ્રી કરવા લાગે છે. આ માટે વધતા વજનને કંટ્રોલ કરવુ ખૂબ જરૂરી છે. આમ, જો તમે પણ વજન ઓછુ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ખાસ કરીને આ ટિપ્સ ફોલો કરો.
આ 3 વાતોનું ધ્યાન રાખો
- એકસ્ટ્રા ખાંડ અને ફેટવાળા પ્રોસેસ્ડ ફૂડ્સ એવોઇડ કરો.
- ડાયટમાં મિનરલ્સ અને વિટામીન્સ શામેલ કરો.
- આલ્કોહોલનું સેવન કરવાનું ટાળો.
સવારમાં આ ડિટોક્સ ડ્રિંક પીઓ
તમે વજન ઘટાડી રહ્યા છો તો સૌ પ્રથમ સવારમાં ડિટોક્સ ડ્રિંક પીવાની આદત પાડો. ડિટોક્સ ડ્રિંક તમારું વજન ઓછુ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ડેઝર્ટ અને ઓઇલી ફૂડ્સની સાથે શરીરને એક રીતે ડિટોક્સ કરવું ખૂબ જરૂરી છે. આ માટે તમે ખીરા, ફુદીનો, લીંબુ અને મધ મિક્સ કરીને એક ડિટોક્સ ડ્રિંક બનાવીને પી લો. આ ડ્રિંક રોજ સવારમાં પીવાથી વજન ઘટવા લાગે છે.
શાકભાજી ખાવાની આદત પાડો
વજનને કંટ્રોલ કરવા માટે શાકભાજી ખાવા ખૂબ જરૂરી છે. ઘઉંની એક કે બે રોટલી તમે ઓછી ખાશો તો ચાલશે પરંતુ શાકભાજી ખાઓ. આ માટે તમે બાફેલા શાક પણ ખાઇ શકો છો. આ સાથે જ તમે ફાઇબરથી ભરપૂર શાકભાજી ખાવાની આદત પાડો.
ખાંડનું સેવન ઓછુ કરો
તમે વજન ઉતારી રહ્યા છો અથવા તો તમે વજન ઉતારવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સૌથી પહેલાં તમે ખાંડનું સેવન ઓછુ કરો. આ સાથે જ ગળ્યું ખાવાની આદત પણ ઓછી પાડો. વધારે ખાંડ અને ગળ્યું ખાવાથી વજન જલદી વધે છે.
આલ્કોહોલનું સેવન ટાળો
આલ્કોહોલનું સેવન કરવાથી વજન ઝડપથી વધે છે. આમ, જો તમે આલ્કોહોલનું સેવન વધારે કરો છો તો તમારું વજન વધવા લાગે છે અને સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)