fbpx
Saturday, December 21, 2024

ઉત્તરાયણમાં સૂર્યનું ગોચર કઈ રાશિના જાતકોને ખુશખબર આપશે અને કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ

14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિથી નિકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. અહીં સૂર્ય અને શનિ એટલે કે પિતા-પુત્રનું મિલન થવા જઇ રહ્યું છે. તેના કારણે આ 4 રાશિઓના જાતકને આ સમય દરમ્યાન વધુ સાવધાન રહેવાની જરૂર છે. તો ચાલો જાણીએ કે એ કઇ 4 રાશિઓ છે જેમણે ખૂબ સંભાળવાની જરૂર છે.

સૂર્ય-શનિના ગોચરથી નકારાત્મક પ્રભાવ

મકર સંક્રાન્તિ પર સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. 14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી નિકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરવાથી શનિ અને સૂર્યનું મિલન થાય છે કારણ કે મકર રાશિ શનિની રાશિ છે. ત્યાં 17 જાન્યુઆરી, 2023માં શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મિથુન અને તુલા રાશિવાળાઓની અઢી વર્ષની પનોતી સમાપ્ત થશે અને કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોની અઢી વર્ષની પનોતી શરૂ થશે. ત્યાં ધન રાશિના જાતકોની શનિની સાડા સાતી પૂર્ણ રીતે દૂર થશે. મકર, કુંભ અને મીન રાશિ પર સાડાસાતી રહેશે.

સિંહ રાશિ પર સૂર્યના અશુભ પ્રભાવ

સિંહ રાશિવાળા જાતકોને સૂર્યના ગોચર દરમ્યાન આર્થિક સ્થિતિ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

કોઇને જરૂરીયાતથી વધુ પૈસા ઉધાર ન આપવા. આવું કરવાથી આપ આર્થિક નુકશાનીથી બચી શકો છો. દરેક કાર્ય તમારા બજેટને ધ્યાનમાં રાખીને કરવું.

આપની માતા તરફથી આપને માઠા સમાચાર મળી શકે છે. જેનાથી તમે દુ:ખી થઇ શકો છો.

તુલા રાશિ પર સૂર્ય ગ્રહનો પ્રભાવ

તુલા રાશિના જાતકોનું પારિવારિક જીવન સૂર્યના ગોચરના પ્રભાવથી પ્રભાવિત થવાની સંભાવના છે.

પરિવારમાં મતભેદ થઇ શકે છે.

તેનાથી તેમને માનસિક પરેશાની પણ આવી શકે છે.

આપને આપના મિત્રો કે પરિવારજન તરફથી કોઇ માઠા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.

જો તમે આ સમય દરમ્યાન કોઇ યાત્રા કરી રહ્યા હોવ તો તમારે તેમાં સાવધાની રાખવાની જરૂર છે. તમારો સામાન પણ ચોરી થઇ શકે છે.

તમારે તમારા માતા-પિતાનું ધ્યાન ખાસ રાખવું પડશે.

સરકારી કાર્યોમાં વિલંબની શક્યતા રહેશે.

આ સમયગાળા દરમ્યાન બને એટલી ધીરજ સાથે કામ લેજો.

ધન રાશિ પર સૂર્યનો અશુભ પ્રભાવ

ધન રાશિના જાતકોએ સૂર્યના ભ્રમણ દરમ્યાન કેટલાક અસંભંવિત પરિણામોનો સામનો કરવો પડશે.

આપે આપની વાણી પર નિયંત્રણ રાખવું પડશે.

કોઇપણ વ્યક્તિ સાથે વાત કરતાં સમયે શબ્દોનો ઉપયોગ સાચવીને કરવો.

તમે જે કોઇપણ રણનીતિ બનાવો તે ગોપનીય રાખો.

તમારું રહસ્ય કોઇને પણ ન જણાવો એકદમ ગુપ્ત રાખો.

તમારા સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું.

તમને આંખો સંબંધિત સમસ્યા સતાવી શકે છે.

ખાસ પરિવારનું ધ્યાન રાખો. સંબંધોમાં અંતર ન આવે તેની ખાસ સાવચેતી રાખવી.

કુંભ રાશિ પર સૂર્યનો અશુભ પ્રભાવ

કુંભ રાશિના જાતકો માટે સૂર્યના ગોચરના કારણે આપને ભાગદોડ વધુ કરવી પડશે એટલું જ નહીં આ સમય દરમ્યાન આપના ખર્ચામાં વધારો થશે. જેના કારણે આપની આર્થિક સ્થિતિ નબળી બનશે.

જે લોકો આપના વિશે ખરાબ વિચારી રહ્યા છે એવા લોકોને સફળતા મળશે.

વિવાદિત પ્રશ્નોમાં અંદરોઅંદર જ સમજદારીથી પ્રશ્નો હલ કરવા જોઇએ.

દેવાના રૂપમાં કોઇને જરૂર કરતાં વધુ રૂપિયા ન આપવા નહીં તો તમને મોટા પ્રમાણમાં આર્થિક નુકશાન થઇ શકે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles