fbpx
Saturday, October 12, 2024

મકરસંક્રાંતિ પર આ એક વસ્તુનું દાન કરો! શનિની સાડાસાતીમાં રાહત રહેશે

મકરસંક્રાંતિનો પર્વ 14 જાન્યુઆરી શનિવારના દિવસે ઉજવવામાં આવશે. ભારતના વિવિધ ક્ષેત્રોમાં આ તહેવાર સ્થાનિક માન્યતાઓ અનુસાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સૂર્ય 6 માસ દરમ્યાન દક્ષિણાયન અને 6 માસ દરમ્યાન ઉત્તરાયણમાં રહે છે અને મકરસંક્રાંતિના દિવસે જ તે ઉત્તરાયણ થાય છે. મકરસંક્રાંતિના દિવસે દાન દક્ષિણાનું વિશેષ મહત્વ હોય છે.

આ દિવસે કરવામાં આવેલ ઉપાયો બહુ કારગત હોય છે. તો ચાલો જાણીએ મકરસંક્રાંતિના દિવસે કરવાના સરળ અને અકસીર ઉપાયો વિશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી જ ઋતુમાં પરિવર્તન આવવા લાગે છે. મકરસંક્રાંતિ બાદ જ વસંત ઋતુનું આગમન થાય છે.

રોગનિવારણ અર્થે

મકરસંક્રાંતિના દિવસે રોગ નિવારણ માટે સૂર્ય શાંતિના વિશેષ ઉપાય કરવામાં આવે છે.

મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદયથી લઇને સૂર્યાસ્ત સુધી સાધના કરી શકો છો.

પનોતીમાં રાહત અર્થે

આ દિવસે સ્નાન કર્યા પહેલા કંઇપણ આરોગવું ન જોઇએ.

મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે.

આ દિવસે કાળા તલનું દાન કરવાથી શનિની સાડાસાતી અને અઢી વર્ષની પનોતીમાં રાહત મળે છે.

દાન કરવું

મકરસંક્રાંતિના દિવસે કાળા તલથી સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે છે.

આ દિવસે જો આપના ઘરે કોઇ માંગનાર, ગરીબ, સાધુ, ઘરડા વ્યક્તિ આવે તો તેમને ક્યારેય ખાલી હાથે પાછા ન જવા દેવા.

સૂર્યનારાયણનો મંત્રજાપ

મકરસંક્રાંતિના દિવસે સૂર્યનારાયણની પૂજાનું વિશેષ મહત્વ હોય છે.

આ દિવસે તેમને પ્રસન્ન કરવા માટે સૂર્યનારાયણના મંત્રોનો જાપ અવશ્ય કરવો જોઇએ.

આ દિવસે સૂર્યનારાયણનો ખાસ મંત્ર ‘ૐ હ્રીં હ્રીં સૂર્યાય નમ: ‘ મંત્રનો જાપ કરતા કરતા સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઇએ.

સાત્વિક આહારનું સેવન

મકરસંક્રાંતિના દિવસે એકદમ સાત્વિક રહેવું જોઇએ.

આ દિવસે કોઇપણ પ્રકારનો નશો ન કરવો જોઇએ સાથે જ મસાલેદાર ભોજનનું સેવન ન કરવું જોઇએ.

મકરસંક્રાંતિના દિવસે લસણ, ડુંગળી અને માંસનું સેવન ન કરવું જોઇએ.

આ દિવસે તલ અને મગની દાળની ખિચડીનું સેવન કરવું શુભ માનવામાં આવે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles