fbpx
Saturday, December 21, 2024

મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ, આ વર્ષે લોકો બે દિવસ જરૂરિયાતમંદોને દાન કરશે.

મકરસંક્રાંતિએ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારમાંથી એક છે. આ તહેવાર સમગ્ર ભારતમાં કોઈને કોઈ સ્વરૂપે ઉજવવામાં આવે છે. જ્યારે ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી માટે પતંગરસીકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી જોવા મળી છે, પતંગ રસિયાો પેચ લડાવવામાં મશગૂલ થયા છેઅને આજે દિવસભર આકાશમાં પતંગબાજીનું યુદ્ધ જામતુ જોવા મળી રહ્યુ છે.

સાથે જ ‘કાપ્યો છે..’, ‘લપેટ..લપેટ’ની બુમો સંભળાઇ રહી છે. પતંગ રસિયાઓ ગીતોની રમઝટ વચ્ચે પતંગ ઉડાડવાની મજા માણી રહ્યા છે.તો બીજી તરફ લોકો દાન પણ કરી રહ્યા છે.

ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ પર્વ એક દાન પુણ્યના વિશેષ દિન તરીકેની ઓળખ ધરાવે છે. સૂર્યનું મકરથી મિથુન રાશિ સુધીના ભ્રમણ ઉત્તરાયણ અને કર્કથી ધન રાશિનું ભ્રમણ એ દક્ષિણાયન કહેવાય છે. સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ. આ દિવસથી સર્વ પ્રકારના શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. ભારતીય શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર મકર સંક્રાંતિ સુખ, શાંતિ, વૈભવની કારક, પુત્રદાયક, સ્વાસ્થ્યવર્ધકને ઔષધો માટે ગુણકારી માનવામાં આવે છે. આ જ દિવસથી દિવસ લાંબો અને રાત ટૂકી થવાની શરૂઆત થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles