fbpx
Tuesday, September 10, 2024

આજે જ અજમાવો આ સરળ ઉપાય, માતા લક્ષ્મી તમને આપશે ધનના આશીર્વાદ!

મકરસંક્રાંતિના દિવસે સ્નાન, દાન, પુણ્ય, વ્રત, સૂર્ય આરાધના તેમજ પતંગ ઉડાવવાનો મહિમા છે. પરંતુ, આ વખતે મકરસંક્રાંતિનો પુણ્યકાળ 15 જાન્યુઆરી, રવિવારના રોજ એટલે કે આજે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પુણ્યકાળમાં કેટલાંક એવાં કાર્યો પણ કરી શકાય છે કે જેનાથી આપની ધન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે.

તો ચાલો એ જાણીએ કે આજે કયા કાર્ય સવિશેષ ફળદાયી બની રહેશે અને સાથે જ તે આપને ધનપ્રાપ્તિમાં આશિષ પણ પ્રદાન કરશે.

લક્ષ્‍મી નારાયણની આરાધના

આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મીની એકસાથે આરાધના કરવી જોઈએ. તેનાથી માતા લક્ષ્‍મીની વિશેષ કૃપા આપના પરિવાર પર અકબંધ રહેશે.

તલના લાડુનું દાન !

મકરસંક્રાંતિમાં તલના લાડુ આરોગવાનો અને તેનું દાન કરવાનો મહિમા છે. કહે છે કે મકરસંક્રાંતિના પુણ્યકાળમાં કાળા તલ અને ગોળના લાડુ બનાવીને આરોગવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. સાથે જ, તેનું દાન કરવાથી સૂર્ય અને શનિ બંનેની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. તેમજ ઘરનું આર્થિક સંકટ પણ દૂર થાય છે.

સૂર્ય દેશે ધનના આશીર્વાદ !

આજે શુભ મુહૂર્તમાં ખુલ્લા આકાશ નીચે આસન પર બેસીને સૂર્યદેવનું પંચોપચાર પૂજન કરો અને તેમને ગોળનો ભોગ અર્પણ કરો. તેમને લાલ પુષ્પ અર્પણ કરીને લાલ ચંદનની માળાથી “ૐ ભાસ્કરાય નમઃ ।” મંત્રનો 1000 વખત જાપ કરો. માન્યતા અનુસાર આ ઉપાયથી પ્રસન્ન થઇને ભગવાન સૂર્ય એટલું ધન પ્રદાન કરે છે કે તે આવનારી સાત પેઢીઓ સુધી પણ નથી ખૂટતું ! ઉલ્લેખનીય છે કે આ ઉપાય સૂર્યોદય સમયે વિશેષ લાભદાયી બની રહે છે.

ધનહાનિ ટળશે !

આજે એક મુઠ્ઠી કાળા તલ લઇને, તેને પરિવારના દરેક સભ્યના માથા પરથી 7 વાર ઉતારીને ઘરની ઉત્તર દિશામાં ફેંકી દેવા જોઈએ. માન્યતા અનુસાર આ કાર્ય કરવાથી અનાયાસે થનાર ધનહાનિ ટળી જાય છે. અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે !

લક્ષ્‍મીકૃપા અર્થે વિશેષ ઉપાય

આજના દિવસે શુભ મુહૂર્તમાં 14 સ્વચ્છ કોડીઓ લઇને તેને કેસરના દૂધથી સ્નાન કરાવો. ત્યારબાદ તે કોડીઓને ગંગાજળથી શુદ્ધ કરી લો અને એક સ્વચ્છ પાત્રમાં રાખી લો. માતા લક્ષ્‍મીની સન્મુખ એક દેશી ઘીનો દીવો કરો અને બીજો તલના તેલનો દીવો પ્રજ્વલિત કરો. દેશી ઘી ના દીવાને જમણી બાજુ અને તલના તેલના દીવાને ડાબી બાજુ મૂકો. ત્યારબાદ દીવાઓ સામે જોઈ 14 વખત “ૐ સંક્રાત્યાય નમઃ ।” મંત્રનો જાપ કરો. બપોરે 12 કલાકે આ કોડીઓને લઇને ઘરના અત્યંત શુદ્ધ સ્થાન પર કે તિજોરીમાં રાખી દો. માન્યતા અનુસાર આ પ્રયોગથી ચોક્કસથી માતા લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત થશે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles