fbpx
Thursday, October 24, 2024

મીઠો લીમડો ખરજવા થી લઈને આ સમસ્યાઓનો ઈલાજ કરે છે, જાણો વધુ ફાયદા

મીઠા લીમડાના પાન સ્વાસ્થ્ય અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. મીઠો લીમડો અનેક ગુણોથી ભરપૂર હોય છે. સામાન્ય રીતે આ રસોઇનો ટેસ્ટ વધારવાનું કામ કરે છે. ખાસ કરીને સાંભર, ઇડલી, ઉપમા અને નારિયેળ ચટણી જેવી સાઉથ ઇન્ડિયન ડિશનો સ્વાદ વધારવાનું કામ મીઠા લીમડાના પાન કરે છએ. ઉત્તર ભારતમાં મીઠા લીમડાનો ઉપયોગ વધારે થાય છે. મીઠા લીમડામાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, વિટામીન સી અને વિટામીન એ જેવા પોષક તત્વો હોય છે. આ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તો જાણી લો તમે પણ મીઠા લીમડાના આ અઢળક ફાયદાઓ વિશે.

  • તમને જાણીને નવાઇ લાગશે કે મીઠા લીમડાના પાન શરીરમાં થતા દુખાવાને દૂર કરવાનું કામ કરે છે. આ માટે તમે મીઠા લીમડાને પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ તમને જ્યાં દુખાવો થાય છે ત્યાં લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. આમ કરવાથી દુખાવો ગાયબ થઇ જશે.
  • તમને ખરજવાની તકલીફ છે તો મીઠા લીમડાના પેસ્ટ તમારા માટે અસરકારક સાબિત થાય છે. આ માટે મીઠા લીમડાની પેસ્ટ કરી લો અને એમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને જ્યાં ખરજવુ થયુ છે ત્યાં લગાવો. આ પેસ્ટ તમે રેગ્યુલર ખરજવા પર લગાવશો તો રાહત થઇ જશે. અનેક લોકોને ખરજવાની તકલીફ થતી હોય છે.
  • મીઠા લીમડાના પાન તમને માથામાં થતા દુખાવામાંથી આરામ અપાવવાનું કામ કરે છે. આ માટે મીઠા લીમડામાંથી પેસ્ટ બનાવી લો અને એને કપાળ પર લગાવો. આ પેસ્ટ તમને માથાના દુખાવામાંથી તરત રાહત અપાવવાનું કામ કરે છે. આમ, જ્યારે તમને સતત માથુ દુખે ત્યારે ખાસ કરીને તમે આ પેસ્ટ લગાવી દો. આમ કરવાથી તમને આરામ થઇ જશે અને તમે રિલેક્સ ફિલ કરશો.
  • મીઠા લીમડાના પાન ખરતા વાળને બંધ કરવાનું કામ કરે છે. આ માટે તમે મીઠા લીમડાની પેસ્ટ બનાવી લો અને એને છાશમાં મિક્સ કરો. હવે આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. હવે આ પેસ્ટને વાળમાં લગાવો અને થોડી વાર માટે રહેવા દો. પછી હેર વોશ કરી લો. આમ કરવાથી ખરતા વાળ બંધ થઇ જશે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles