દહીં હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. દહીંમાં અનેક તત્વો એવા રહેલા છે જે તમારા શરીરમાં અનેક પ્રકારની ઉણપ પૂરી કરવાનું કામ કરે છે. પરંતુ શું તમે જાણો છો દહીં તમારી સ્કિન માટે પણ ફાયદાકારક છે? આ ખાસ રીતે તમે દહીંનો ઉપયોગ કરો છો તો સ્કિનની અનેક ઘણો ફાયદો થાય છે. ન્યૂટ્રિએન્ટ્સ રિચ દહીંને પ્રોટીનનો સૌથી બેસ્ટ સોર્સ માનવામાં આવે છે. દહીં એન્ટી બેક્ટેરિયલ, વિટામીન, લેક્ટિક એસિડ અને મોઇસ્યુરાઇઝિંગ તત્વોથી ભરપૂર હોય છે. આ તમારા શરીરમાં અનેક પ્રકારની ઉણપને પૂરી કરે છે. આ સાથે જ સ્કિન પ્રોબ્લેમ્સમાંથી છૂટકારો અપાવે છે, જેને મદદથી તમે ગ્લોઇંગ અને બેદાગ ત્વચા મેળવી શકો છો. તો જાણો આ માસ્ક વિશે..
દહીં અને મઘનો ફેસ માસ્ક
દહીં અને મધમાં રહેલું બ્લીચિંગ તત્વ સ્કિનના ફ્રી રેડિકલ્સ અને ડેડ સ્કિન સેલ્સને રિમૂવ કરવામાં મદદ કરે છે. આ માટે તમે બે ચમચી દહીંમાં એક ચમચી મઘ અને લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને પછી 15 મિનિટ રહીને ચોખ્ખા પાણીથી ફેસ વોશ કરી લો. આ તમારી ત્વચા પરના ડાધા-ધબ્બા દૂર કરે છે અને સાથે સ્કિનને મસ્ત કરવાનું કામ કરે છે.
દહીં અને લીંબુનો ફેસ માસ્ક
દહીં અને લીંબુનો ફેસ માસ્ક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. દહીં અને લીંબુ તમને સરળતાથી ઘરમાં મળી રહે છે. આ ફેસ માસ્ક તમારી સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ ફેસ માસ્કમાં રહેલી તાકાત તમારી સ્કિન પર ગ્લો લાવવાનું કામ કરે છે.
આ ફેસ માસ્ક બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં 2 ચમચી દહીં અને અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને બરાબર મિક્સ કરી લો. મિક્સ કર્યા પછી આ પેસ્ટ ફેસ પર લગાવો અને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. પછી ફેશ વોશ કરી લો.
આ પેક તમારે અઠવાડિયામાં બે વાર લગાવવાનો રહેશે. આ પેક તમે રેગ્યુલર લગાવો છો તો તમારા ફેસ પરના ખીલ, કાળા ડાધા તેમજ બીજી અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)