fbpx
Saturday, September 14, 2024

જો તમે આ ઘરગથ્થુ ઉપાયો અપનાવશો તો વાળ જલ્દી સફેદ નહીં થાય, કાળા જ રહેશે

આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગનાં લોકોના વાળ દિવસેને દિવસે સફેદ થતા જાય છે. વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. નાની ઉંમરના બાળકોના પણ વાળ હવે તો સફેદ થઇ રહ્યા છે. સફેદ વાળ તમારી પર્સનાલિટીને ખરાબ કરવાનું કામ કરે છે. વ્હાઇટ હેરને બ્લેક કરવા માટે લોકો અનેક પ્રકારના કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે કેમિકલ્સ લાંબા ગાળે તમારે વાળને નુકસાન કરવાનું કામ કરે છે. તો આ નેચરલી રીતે તમે હેરને કાળા રાખી શકો છો.

સફેદ વાળ થવાના કારણો

  • જેનેટિક કારણ પણ વાળ સફેદ થવા પાછળ જવાબદાર હોય છે.
  • બોડીમાં મેલેનિનની ઉણપને કારણે વાળ સફેદ થવા લાગે છે.
  • સ્ટ્રેસને કારણે.

આ ઉપાયો બેસ્ટ છે

આંમળા પાવડર અને તેલ

વિટામીન સીથી ભરપૂર આંમળામાં નારિયેળ તેલ મિક્સ કરી લો અને વાળમાં લગાવો. આમ કરવાથી સફેદ વાળની સમસ્યા ઓછી થવા લાગે છે.

બ્લેક ટી

બ્લેક ટી વાળના હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. આનો ઉપયોગ કરવાથી વાળને સફેદ થતા રોકી શકાય છે. આની અંદર મેલેનિન અને કેરાટિન હોય છે જે સફેદ વાળને કવર કરવામાં મદદ કરે છે.

મીઠા લીમડાના પાન

મીઠા લીમડાના પાન વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે. મીઠા લીમડાની અંદર પ્રોટીન અને બીટા કેરાટીનની માત્રા ભરપૂર હોય છે. મીઠા લીમડાના પાન વાળને કાળા કરે છે અને સાથે લાંબા સમય સુધી બ્લેક રાખવામાં મદદ કરે છે. મીઠા લીમડાના પાન કાળા, લાંબા અને સાથે ગ્રોથ વધારવામાં મદદ કરે છે. આમાં તમે નારિયેળ તેલ મિક્સ કરીને પણ વાળ પર લગાવી શકો છો.

મેથીના દાણા

મેથીની અંદર વિટામીન એ, કે અને સી હોય છે. આ સાથે જ આયરન, કેલ્શિયમ અને ફોલિક એસિડ હોય છે, જે વાળમાં થતો ખોડો દૂર કરે છે અને સાથે વાળનો ગ્રોથ વઘારે છે અને સાથે સફેદ વાળ થતા રોકે છે. આને પીસીને તમે પેસ્ટ બનાવી શકો છો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles