fbpx
Saturday, October 12, 2024

આજે રાશિ અનુસાર અચૂક કરો આ વસ્તુઓનું દાન, પૂર્ણ થશે સઘળા કામ!

આજે શનિશ્ચરી અમાસ અને મૌની અમાસનો અદભુત સંયોગ સર્જાયો છે. આ સંયોગ પર દાનનું સવિશેષ મહત્વ છે. માન્યતા અનુસાર જે વ્યક્તિ આ દિવસે તેની રાશિ અનુસાર ખાસ વસ્તુનું દાન કરે છે, તેને સવિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. મૌની અમાસ સંગ શનિવારી અમાસનો સંયોગ હોય આ દિવસે દાનનું મહત્વ અનેકગણું વધી જાય છે.

તો ચાલો, જાણીએ કે આજ ના દિવસે રાશિ પ્રમાણે તમારે કયા દાન કરવા જોઇએ.

મેષ રાશિ

શનિશ્ચરી અમાસના દિવસે મેષ રાશિના જાતકોએ મસૂરની દાળ, ગોળ, લાલ રંગના વસ્ત્ર, લાલ ફૂલ, લાલ ચંદન, સુવર્ણ, તાંબુ, કેસર, કસ્તૂરીનું યથાશક્તિ દાન કરવું જોઇએ. આ દાન મેષ રાશિના જાતકો માટે સર્વશ્રેષ્ઠ દાન છે.

વૃષભ રાશિ

શનિશ્ચરી અમાસના દિવસે આ રાશિના જાતકોએ અક્ષત (ચોખા), ખાંડ, સફેદ વસ્ત્ર, ઘી, ચાંદી, મોતી, તેલ, લોખંડ વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેનાથી શુભ ફળની પ્રાપ્તિની માન્યતા છે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોએ શનિવારી અમાસે કાંસાના વાસણ, લીલા રંગના વસ્ત્ર, ફળ, ઘી, ધન, કપૂર, શંખ, પન્ના રત્ન, સુવર્ણ, હાથી દાંતની વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોએ ચોખા, સફેદ રંગના વસ્ત્ર, સફેદ ચંદન, સફેદ પુષ્પ, ખડી સાકર, ચાંદી, સફેદ બળદ, ઘી, શંખ, દહીં, મોતી અને કપૂરનું દાન કરવું જોઇએ. તેનાથી તેમને શુભત્વની પ્રાપ્તિ થશે.

સિંહ રાશિ

આ રાશિના જાતકોએ ઘઉં, મોતી, ગાય, કમળના પુષ્પ, લાલ ચંદન, લાલ રંગના વસ્ત્ર, સુવર્ણ તેમજ તાંબાનું દાન કરવું જોઇએ.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોએ કાંસાના વાસણ, ઘી, ફળ, અક્ષત, લીલા રંગના વસ્ત્ર, શંખ, હાથી દાંતની વસ્તુઓ તેમજ ઘીનું દાન કરવું જોઇએ.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોએ ચોખા, ખાંડ, સફેદ રંગના વસ્ત્ર, હીરા, ચાંદી તેમજ મોતીનું દાન કરવું જોઇએ.

વૃશ્ચિક રાશિ

શનિશ્ચરી અમાસના દિવસે જો વૃશ્ચિક રાશિના જાતકો મસૂર, લાલ રંગના વસ્ત્ર, ભૂમિ, ગોળ કે પછી લાલ ચંદનનું દાન કરે છે, તો તેમને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે.

ધન રાશિ

ધન રાશિના જાતકોએ પીળા રંગનું અનાજ, પીળા રંગના વસ્ત્ર, સુવર્ણ, ઘી, પીળા રંગના ફળ, હળદરનું દાન કરવાથી તેમની મનોકામનાની પૂર્તિની થાય છે.

મકર રાશિ

મકર રાશિના જાતકોએ આ દિવસે સાત પ્રકારના અનાજ મિક્સ કરીને તલ, કાળા રંગની ગાય, ધાબળા, ઉનના વસ્ત્રો, નીલા રંગના વસ્ત્ર, પુષ્પ વગેરે વસ્તુઓનું દાન કરવું જોઇએ.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકે તેલ, સાત પ્રકારના અનાજ, કાળા અને નીલા રંગના વસ્ત્ર, ચંપલ, લોખંડ તેમજ અડદ જેવી વસ્તુઓનું દાન કરવું જોઇએ.

મીન રાશિ

મીન રાશિના જાતકે પીળા રંગના અનાજ, પીળા રંગના વસ્ત્ર, સુવર્ણ, ઘી, પીળા રંગના પુષ્પ, પોખરાજ રત્ન, હળદર, પુસ્તક, ધન, મધ, શર્કરા, મીઠુ (નમક) વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું જોઇએ.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles