fbpx
Thursday, October 24, 2024

30 વર્ષ પછી ખપ્પર યોગ સાથે મૌની અમાસ! શનિ દોષમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ અવસર!

આજે વર્ષ 2023ની પહેલી અમાસ છે. પોષ મહિનાની અમાસ એ મૌની અમાસ તરીકે ઓળખાય છે. આમ તો, એક વર્ષમાં 12 અમાસ આવતી હોય છે. પણ, તે તમામ અમાવસ્યાઓમાં સોમવતી અમાસ, શનિવારી અમાસ (શનિશ્ચરી અમાસ) તેમજ મૌની અમાસનું એક આગવું જ મહત્વ રહેલું છે. ત્યારે ખાસ વાત એ છે કે આજે મૌની અમાસ અને શનિવારી અમાસનો અદભુત સંયોગ સર્જાયો છે.

એટલું જ નહીં, આ વખતે 30 વર્ષ બાદ એક વિશિષ્ટ સંયોગ પણ બન્યો છે. ત્યારે આવો જાણીએ કે શું છે આ સંયોગ ? અને તે કેવી રીતે કરશે આપના કુંડળીના દોષોનું શમન ?

મૌની અમાસ પર 30 વર્ષ બાદ ખપ્પર યોગ !

જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આ વખતે મૌની અમાસ પર 30 વર્ષ પછી ખપ્પર યોગ સર્જાઈ રહ્યો છે. આ યોગ ધાર્મિક કાર્યોને સંપન્ન કરવા અને કુંડળીમાં રહેલ શનિગ્રહના શુભ પ્રભાવોની પ્રાપ્તિ માટેના ઉપાયો કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. આ અઢી વર્ષના સમયમાં શનિ ક્યારેક માર્ગી તો ક્યારેક વક્રી અવસ્થામાં ચાલતો હોય છે આ વખતે શનિએ મૌની અમાસના ચાર દિવસ પહેલાં જ રાશિ પરિવર્તન કરી લીધું છે. આ વખતે શનિ કુંભ રાશિમાં બિરજમાન છે અને એ જ કારણથી મૌની અમાસના દિવસે અદભુત સંયોગ સર્જાઈ રહ્યો છે.

જ્યોતિષીઓના મત મુજબ આ વખતે મકર રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિ છે. સાથે જ ત્રિકોણ સ્થિતિ ખપ્પર યોગનું નિર્માણ કરી રહી છે. જ્યારે આ પ્રકારની યુતિ સર્જાય ત્યારે અલગ અલગ પ્રકારના યોગનો સંયોગ બનતો હોય છે. શનિ 30 વર્ષ પછી ઘરે આવ્યો છે એના કારણે શનિના મૂળ ત્રિકોણ રાશિમાં રહેતા આ મૌની અમાસ કે શનિવારી અમાસ વિશેષ ફળદાયી બની રહેશે. ખાસ વાત તો એ છે કે આજે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ સર્જાઈ રહ્યો છે. જેને લીધે આજના દિવસે કરવામાં આવેલ ઉપાયો પણ શીઘ્ર ફળદાયી બની રહેશે.

શનિ દોષને હરશે ખપ્પર યોગ !

⦁ આજે મૌની અમાસ હોઈ સ્નાન-દાનનો તો મહિમા છે જ. પણ, જે લોકો શનિ દોષથી પીડિત છે, અથવા જેમને પનોતી ચાલી રહી છે તેમણે આ દિવસે શનિદેવની કૃપા મેળવવા વિશેષ ઉપાયો અજમાવવા જોઈએ.

⦁ શનિદેવે હનુમાનજીને વચન આપેલું છે કે હનુમાન ભક્તોને તે ક્યારેય નહીં કનડે ! એ જ કારણ છે કે હનુમાનજીની ભક્તિ કરનાર વ્યક્તિને હનુમાનજી અને શનિ મહારાજ બંન્નેના આશિષની પ્રાપ્તિ થાય છે.

⦁ આજના દિવસે શક્ય હોય તો સુંદરકાંડનો પાઠ જરૂરથી કરવો. પણ, જો તે થઈ શકે તેમ ન હોય તો હનુમાન ચાલીસાનું પઠન તો અચૂકથી કરવું.

⦁ આજે કોઈ હનુમાન મંદિરમાં જઈને પવનસુતને પ્રસાદમાં કોઈ મીઠાઈ અર્પણ કરવી જોઈએ.

⦁ ગરીબોને કાળા વસ્ત્ર, કાળા તલ, અડદની દાળ, ધાબળા કે પછી ચંપલનું દાન કરવું લાભદાયી બની રહેશે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles