મહાન વિદ્વાન ચાણક્યએ માનવ સમાજના કલ્યાણ માટે અનેક નીતિઓ બનાવી છે. આ નીતિઓનું પાલન કરીને વ્યક્તિ જીવનમાં સફળતા મેળવી શકે છે. ચાણક્યએ ગ્રંથમાં अर्थनाशं मनस्तापं गृहे दुश्चरितानि च वञ्चनं चापमानं च मतिमान्न प्रकाशयेत्” શ્લોક લખ્યો છે. આ શ્લોકનો અર્થ છે કે વ્યક્તિએ પોતાના જીવન સાથે જોડાયેલ કેટલીક અંગત વાતો અન્ય લોકો સાથે શેર ના કરવી જોઈએ. આ પ્રકારે કરવાથી તમે પોતાના માટે જ મુશ્કેલી ઊભી કરી શકો છો. કોઈપણ વ્યક્તિએ અન્ય વ્યક્તિને શું ના જણાવવું જોઈએ તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
ધન અને સંપત્તિની વાત
ચાણક્યએ નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે, ધન અને સંપત્તિ સાથે જોડાયેલ કોઈપણ બાબત અન્ય વ્યક્તિને ના જણાવવી જોઈએ. ધનવાન વ્યક્તિને પ્રભાવશાળી ગણવામાં આવે છે. જો ધનવાન વ્યક્તિ પાસે ધન અને સંપત્તિ ના રહે તો લોકો તે વ્યક્તિનું સમ્માન કરતા નથી. આ પ્રકારની વ્યક્તિને કોઈપણ મદદ કરતું નથી, ઉપરાંત અન્ય લોકો સામે તેની હાંસી ઉડાડવામાં આવે છે.
દુ:ખ અને અંગત બાબતોની વાત
ચાણક્ય અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિ દુ:ખી હોય તો તેણે તે વાત અન્ય લોકોને ના જણાવવી જોઈએ. પોતાના દુ:ખ અને અંગત બાબતો વિશે અન્ય લોકોને જણાવવાથી તમારી હાંસી ઉડાડવામાં આવી શકે છે. જે વ્યક્તિને પોતાના દુ:ખ વિશે જણાવવામાં આવે તે વ્યક્તિ સાથે ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો ઝઘડો થાય તો, તે વ્યક્તિ તમારા દુ:ખ અને અંગત બાબતો વિશે લોકોને જણાવી દે છે.
જીવનસાથી સાથે સંબંધિત વાતો
નીતિશાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિએ પોતાના જીવનસાથીના ચરિત્ર અને તેના સ્વભાવ સાથે જોડાયેલ વાતો અન્ય લોકોને ના જણાવવી જોઈએ. જે વ્યક્તિ પોતાના જીવનસાથીનું સમ્માન ના કરે, તેની સમાજમાં પ્રતિષ્ઠા જળવાતી નથી અને તેમના દાંપત્યજીવનમાં કોઈપણ પ્રકારનું સુખ રહેતું નથી.
માન અને સમ્માનની વાત
ચાણક્યએ નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે, જો તમને માન અને સમ્માન મળે તો તેના પર ક્યારેય પણ ઘમંડ ના કરવું જોઈએ. ઉપરાંત પોતાના અપમાનની વાત પણ અન્ય લોકોની સામે ના કરવી જોઈએ. આ પ્રકારે કરવાથી તમારું આત્મસમ્માન જળવાતું નથી અને કોઈ તમને સમ્માન પણ આપતું નથી.
છેતરપિંડીની વાત
ચાણક્ય નીતિ અનુસાર જો કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોય તો, તેણે આ વાત અન્ય લોકોને ના કરવી જોઈએ. આ પ્રકારે કરવાથી લોકો તે વ્યક્તિને મૂર્ખ સમજે છે અને તેની હાંસી ઉડાડવામાં આવે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં તે વ્યક્તિ સાથે ફરીથી છેતરપિંડી થઈ શકે છે.