fbpx
Tuesday, September 10, 2024

વસંત પંચમીના દિવસે વિદ્યાર્થીઓએ તેમની રાશિ પ્રમાણે કરવું જોઈએ આ કામ, માતા સરસ્વતી દેશે તેમને સફળતાના આશીર્વાદ!

ગુજરાતી પંચાંગ અનુસાર મહા મહિનાના સુદ પક્ષની પંચમી તિથિને વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમીનો તહેવાર 26 જાન્યુઆરી, ગુરવારના રોજ ઉજવવામાં આવશે. વસંત પંચમીનો તહેવાર એ માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ મનાય છે. આ દિવસે જ્ઞાન, બુદ્ધિ, વાણી અને વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર આ દિવસે માતા સરસ્વતી હાથમાં પુસ્તક, વીણા, માળા અને શ્વેત કમળ પર બિરાજમાન થઇને પ્રકટ થયા હતા. એ જ કારણ છે કે વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની પૂજા કરવાથી વિદ્યા સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થવાની માન્યતા પ્રચલિત છે.

દેવી સરસ્વતી એ વિદ્યાના દાત્રી મનાય છે. એ જ કારણ છે કે વિદ્યાર્થીઓ માટે વસંત પંચમીનો પર્વ ખૂબ મહત્વ ધરાવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો વિદ્યાર્થીઓ તેમની રાશિ અનુસાર વસંત પંચમીએ કેટલાંક વિશેષ ઉપાયો કરે તો માતા સરસ્વતીની સાથે માતા લક્ષમીના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો, આપણે પણ આજે તે ઉપાયો વિશે જાણીએ.

મેષ રાશિ

વસંત પંચમીના દિવસે સફેદ રંગના વસ્ત્ર ધારણ કરીને માતા સરસ્વતીની પૂજા કરો અને સરસ્વતી કવચનો પાઠ અવશ્ય કરવો. આ ઉપાય કરવાથી આપને બુદ્ધિની પ્રાપ્તિ થશે તેમજ અભ્યાસમાં ક્યારેય એકાગ્રતા ઓછી નહીં થાય.

વૃષભ રાશિ

માતા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે વૃષભ રાશિના જાતકોએ માતાને સફેદ ચંદનનું તિલક કરવું તેમજ પુષ્પ અર્પણ કરવું. આ ઉપાયથી તેમના જ્ઞાનમાં વધારો થાય છે. સાથે જ અભ્યાસમાં જે સમસ્યાઓ હોય તેમાંથી મુક્તિ મળે છે.

મિથુન રાશિ

આ રાશિના જાતકોએ માતા સરસ્વતીને લીલા રંગની પેન અર્પણ કરવી અને સાથે જ તેનાથી જ પોતાના દરેક કાર્યો પૂર્ણ કરવા. આ ઉપાય તમારી લેખન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ બનશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોએ માતા સરસ્વતીને ખીરનો પ્રસાદ અર્પણ કરવો જોઇએ. સંગીત ક્ષેત્રથી સંબંધ ધરાવનાર વિદ્યાર્થીઓ જ્યારે આ ઉપાય કરે છે, ત્યારે તેમને સવિશેષ લાભની પ્રાપ્તિ થશે.

સિંહ રાશિ

આ રાશિના જાતકોએ માતા સરસ્વતીની પૂજા દરમ્યાન ગાયત્રી મંત્રનો જાપ જરૂર કરવો. આ ઉપાય કરવાથી વિદેશમાં રહીને અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની ઇચ્છા પૂર્ણ થાય છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોએ ગરીબ બાળકોમાં અભ્યાસની સામગ્રી વહેંચવી જોઇએ જેમ કે પેન, પેન્સિલ, પુસ્તકો, નોટબુક. માન્યતા તો એવી છે કે જો તમે આ ઉપાય કરો છો તો તમારી અભ્યાસ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોએ કોઇ બ્રાહ્મણને સફેદ વસ્ત્રનું દાન કરવું જોઇએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો વિદ્યાર્થી આ ઉપાય કરે છે તો તેમને વાણી સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

વૃશ્ચિક રાશિ

જો તમને યાદશક્તિ સંબંધિત કોઇ સમસ્યા હોય તો માતા સરસ્વતીની આરાધના કરવાથી આ સમસ્યા દૂર થઇ શકે છે. માતા સરસ્વતીની પૂજા કર્યા બાદ લાલ રંગની પેન તેમને અર્પણ કરવી.

ધન રાશિ

માતા સરસ્વતીને પીળા રંગની કોઇ મીઠાઈ અર્પણ કરવી. તેનાથી તમારી નિર્ણય શક્તિમાં વધારો થશે. સાથે જ તમારી કોઇ ઉચ્ચ અભ્યાસની ઇચ્છા હશે તો તે પણ માતા સરસ્વતી પૂર્ણ કરશે.

મકર રાશિ

મકર રાશિના જાતકોએ નિર્ધન વ્યક્તિને સફેદ રંગના અનાજનું દાન કરવું. આ ઉપાય કરવાથી માતા સરસ્વતીની કૃપાની પ્રાપ્તિ થશે અને તમારા બળબુદ્ધિમાં વૃદ્ધિ થશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોએ ગરીબ બાળકોમાં સ્કૂલ બેગ અને બીજી જરૂરી વસ્તુઓનું દાન કરવું. આ ઉપાય કરવાથી માતા સરસ્વતીની કૃપા તમારા પર રહેશે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

મીન રાશિ

મીન રાશિના જાતકોએ આ દિવસે નાની નાની કન્યાઓને પીળા રંગના વસ્ત્રનું દાન કરવું. આ ઉપાયથી તમને કારકિર્દી સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles