fbpx
Wednesday, December 4, 2024

શ્રીમદ ભગવદ્ ગીતા એ માત્ર જ્ઞાનનો જ નહીં, પણ ભાગ્યનો પણ ખજાનો છે! જાણો પવિત્ર ગ્રંથના આ અદ્ભુત ફાયદા

હિંદુ ધર્મના અત્યંત પવિત્ર ગ્રંથોમાંથી એક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા. એવું કહે છે કે ઘરમાં ભગવદ્ ગીતા જરૂરથી રાખવી જોઈએ અને નિત્ય તેના પાઠ કરવા જોઈએ. કારણ કે, સમસ્ત સંસારનો સાર આ એક ગ્રંથમાં સમાયેલો છે. પણ, શું તમે એ જાણો છો કે આ ગ્રંથ તો કેટલાંક ગુપ્ત લાભની પણ પ્રાપ્તિ કરાવનારો છે?

કહે છે કે ભગવદ્ ગીતામાં જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ મળી જાય છે. તેના નિત્ય પઠનથી વ્યક્તિની વિચારવાની ક્ષમતા વધે છે. પણ, વાસ્તવમાં ગીતા પઠનની જે-તે વ્યક્તિ પર, તેના પરિવાર પર સકારાત્મક અસરો જોવા મળે છે. ગીતા પઠનને ગીતા પારાયણ પણ કહે છે. માન્યતા અનુસાર આ ગીતા પારાયણથી વ્યક્તિને એવાં એવાં લાભની પ્રાપ્તિ થાય છે કે જેની તેને જાણ સુદ્ધા નથી હોતી ! તો, ચાલો, આજે આપણે તેના આવા જ ફાયદાઓ વિશે જાણીએ.

ગીતા પારાયણના લાભ

⦁ ગીતા પાઠ કરવાથી વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ તો થાય જ છે, સાથે જ તેને મનની શાંતિ પણ મળે છે.

⦁ નિત્ય ગીતા પાઠ કરવાથી જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ મળી જાય છે.

⦁ નિયમિત રૂપે ગીતા પાઠ કરવાથી મનુષ્યને શારીરિક અને માનસિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

⦁ ગીતા પાઠ કે ગીતા પારાયણ તમને સફળતાની તરફ દોરી જાય છે. તે જીવનમાં સફળતાના તમામ દ્વારને ખોલી દે છે.

⦁ ગીતા પાઠ કરવાથી વ્યક્તિ કોઇપણ પરિસ્થિતિનો સાહસિક રીતે સામનો કરી શકે છે.

⦁ ગીતા પારાયણથી ઘરમાં શાંતિ તો રહે જ છે, સાથે જ ગ્રહોની ખરાબ અસર પણ ધીમે ધીમે દૂર થઈ જાય છે. એટલે કે, તેની મેળે જ ગ્રહશાંતિ થઈ જાય છે.

⦁ ગીતા પાઠ કરવાથી કુંડળીમાં રહેલ કોઇપણ પ્રકારનો દોષ દૂર થાય છે.

⦁ ગીતા પાઠ કરતી વખતે હાથમાં નાડાછડી બાંધવાથી કોઇપણ પ્રકારની નકારાત્મક ઊર્જા તમારાથી દૂર રહે છે.

⦁ વ્યક્તિ પર આવનારી મુસીબતો ગીતા પારાયણના પ્રતાપે આવતા પહેલાં જ ટળી જાય છે ! અને જીવનના અવરોધો ઝડપથી દૂર થઈ જાય છે.

⦁ ગીતા પાઠ નિયમિત રીતે કરવાથી મૃત્યુ પછી દૈત્ય યોનીથી મુક્તિ મળે છે. તે મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ કરાવી દે છે !

⦁ ગીતા પાઠ કરવાથી દરેક પ્રકારના જટિલ રોગમાંથી છૂટકારો મળતો હોવાની માન્યતા પ્રચલિત છે.

⦁ જો ગીતા પાઠની સાથે ઘરમાં યજ્ઞ કરાવવામાં આવે તો વાસ્તુદોષનું પણ નિવારણ થઇ જાય છે.

⦁ ગીતા પારાયણ એ પોતાના શત્રુઓને પરાજીત કરવા માટેનું સર્વોત્તમ શસ્ત્ર છે. આપના શત્રુઓ જો આપના માટે કોઈ ષડયંત્ર રચતા હોય તો, ગીતા પાઠના પ્રભાવથી તેઓને તેમાં નિષ્ફળતા પ્રાપ્ત થાય છે.

⦁ સૌથી મહત્વની વાત એ છે કે ભગવદ્ ગીતાના પાઠથી ઘરમાં માતા લક્ષ્‍મીનો નિવાસ સ્થાયી રહે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles