fbpx
Sunday, December 22, 2024

કેટલા પ્રકારના યુવી રેડિયેશન છે જે તમારી ત્વચા માટે ખૂબ જ જોખમી છે!

સુર્યના UV કિરણો ત્વચાને ખુબ નુકસાન પહોંચાડે છે, જેના કારણે ઘણી ગંભીર બિમારીઓ પણ થાય છે. કહેવાય છે કે ઑસ્ટ્રેલિયાના UV કિરણો ત્વચાને વધારે ખરાબ કરે છે, ઑસ્ટ્રેલિયાના સૂર્યના કિરણો ત્વચાને વધારે ઊંડી અસર કરે છે. સામાન્ય રીતે આપણી ત્વચા જાતે જ રિપેર થાય છે પરંતુ રિપેરની આ પ્રક્રિયામાં કેટલો સમય લાગે છે? સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણો સામે રક્ષણ આપવા માટે બજારમાં અનેક પ્રકારની સનસ્ક્રીન પણ ઉપલબ્ધ છે.

શિયાળામાં પણ ત્વચા નિષ્ણાતો સૂર્યના યુવી કિરણોથી બચાવવા માટે સનસ્ક્રીન લગાવવાની ભલામણ કરે છે.

સૂર્ય ત્વચાને કેવી રીતે નુકસાન કરે છે?

સૂર્યમાં એક દિવસ વિતાવવાથી દરેક એક્સપોસ્ડ સેલ્સમાં 100,000 DNA ખામી સર્જાય છે. DNA એ આનુવંશિક માહિતી છે જે તમારા શરીરને બનાવવા અને ચલાવવા માટે જરૂરી છે. લાલ રક્ત કોશિકાઓ અને ત્વચાની સપાટી પરના મૃત કોષોના સ્તર સિવાય, તમારા પ્રત્યેક કોશિકામાં એક કોપી સેલ્સ હોય છે. આ તમારા કોષોમાં ખૂબ જ અસરકારક DNA રિપેર પ્રક્રિયા હોય છે જેને ન્યુક્લિયોટાઈડ એક્સિઝન રિપેર કહેવાય છે.

ત્વચા કેવી રીતે થાય છે રીપેર ?

જ્યારે તમારી ત્વચાની DNA સર્વેલન્સ સિસ્ટમ નક્કી કરે છે કે જે સેલ્સને ઘણુ નુકસાન થયું હોય તેને સેલ્ફ ડિસ્ટ્રક્શન માટે સંદેશ પહોંચાડે છે. બાદમાં કોષો ત્વચાને રીપેર કરે છે, આ વચ્ચે UV કિરણોમાં સતત રહેવામાં આવે તો આ સીસ્ટમ યોગ્ય કામ કરી શકતી નથી, જેના કારણે રેડનેસ, પિંમ્પલ, ડાર્ક સ્પોટ જેવી સમસ્યા થાય છે.

ટેનિંગ તમારી ત્વચા મેલાનિનની માત્રામાં વધારો કરીને ડીએનએ નુકસાન પર પ્રતિક્રિયા કરે છે, જે ભવિષ્યમાં યુવી એક્સપોઝરને ઘટાડવા માટે ત્વચાનો રંગ બદલે છે. જો કે તે તમને 2-4 SPF સનસ્ક્રીન જેટલું જ રક્ષણ આપે છે.

યુવી રેડિયેશનના કેટલા પ્રકાર છે

તમને જાણીને નવાઈ લાગશે કે ઉનાળાની ઋતુમાં ઓસ્ટ્રેલિયામાં યુવી રેડિયેશન વધુ બને છે. બે પ્રકારના UV કિરણોત્સર્ગ છે જે ત્વચાને નુકસાન પહોંચાડે છે – UVB મોટે ભાગે ઉપરના સ્તરને અસર કરે છે, જેના કારણે સનબર્ન અને ત્વચાનું કેન્સર થાય છે. બીજું, યુવીએ મોટે ભાગે નીચલા સ્તરને નુકસાન પહોંચાડે છે, જે અકાળ વૃદ્ધત્વ તરફ દોરી જાય છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles