fbpx
Tuesday, December 24, 2024

ઘણા ઉપાયો અજમાવીને કંટાળી ગયા છો? આ સરળ પ્રયોગથી બાળકો એકાગ્રતાથી અભ્યાસ કરશે!

બાળકો બહુ જ ચંચળ સ્વભાવના હોય છે. મોટાભાગે તેઓનું ધ્યાન હંમેશા રમત-ગમતમાં જ હોય છે. જેને લીધે માતા-પિતા બાળકોના ભવિષ્યને લઇને સતત ચિંતામાં રહેતા હોય છે. દરેક માતા-પિતા એવું ઇચ્છતા હોય છે કે તેમનું બાળક મન લગાવીને અભ્યાસ કરે. જો કે, બાળકો પર અભ્યાસ માટે ક્યારેય દબાણ ન કરવું જોઇએ. નહીં તો તેમને અભ્યાસમાંથી રસ જ ઊઠી જશે.

અલબત્, આ સંજોગોમાં માતા-પિતાને ચિંતા થવી પણ સ્વાભાવિક છે. ત્યારે આ પરિસ્થિતિમાં તમે જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા કેટલાંક ઉપાયો અજમાવી શકો છો. આવો, તે વિશે જાણીએ.

જો તમારા બાળકનું અભ્યાસમાં મન ન લાગતું હોય અને તમે તમામ પ્રકારના ઉપાયો કરીને થાકી ચૂક્યા હોવ તો આ નાના અને સરળ ઉપાયો તમને મદદરૂપ બની શકે છે ! જ્યોતિષ શાસ્ત્ર અનુસારના આ ઉપાયો અજમાવવાથી ધીમે ધીમે તમારા બાળકોનો અભ્યાસમાં રસ વધતો જશે. અલબત્, આ ઉપાય અજમાવતા પહેલાં કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી પણ ખૂબ જ જરૂરી છે.

શું રાખશો ધ્યાન ?

⦁ જ્યાં પણ તમારું બાળક અભ્યાસ કરી રહ્યું હોય તે સ્થાન એકદમ સ્વચ્છ હોવું જોઇએ. અભ્યાસના ટેબલથી લઇને આખા રૂમને સ્વચ્છ રાખવું જોઇએ.

⦁ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે બાળકના અભ્યાસના રૂમમાં ક્યારેય પણ વધારે પડતો સામાન ન રાખવો જોઈએ.

⦁ બાળકના અભ્યાસના ટેબલ પર વધારે પડતા પુસ્તકો ન રાખવા જોઇએ. માત્ર વિષય સંબંધિત પુસ્તકો જ ટેબલ પર રાખવા જોઇએ.

⦁ બાળકોના અભ્યાસના ટેબલને ઉત્તર-પશ્ચિમના ખૂણામાં ન રાખો.

⦁ બાળકોને હંમેશા પૂર્વ દિશા તરફ મુખ રહે તે રીતે અભ્યાસ માટે બેસાડો.

સરળ ઉપાયથી અભ્યાસમાં એકાગ્રતા

⦁ જો તમારા બાળકનું મન અભ્યાસમાં ન લાગતું હોય તો દર ગુરુવારના દિવસે કોઇ મંદિરમાં જઇને વિષ્ણુજી સમક્ષ ઘીનો દીવો પ્રજવલિત કરવો અને કેળના વૃક્ષમાં જળ અર્પણ કરવું જોઇએ.

⦁ શક્ય હોય તો ગુરુવારના દિવસે ધાર્મિક પુસ્તકો અને શિક્ષણ સંબંધિત વસ્તુઓનું પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ. જો આપ આ કાર્ય બાળકો પાસે જ કરાવશો તો તે સવિશેષ ફળદાયી બની રહેશે.

⦁ જો તમારું બાળક અભ્યાસમાં એકાગ્રતા ન રાખી શકતું હોય તો તેના કપડાના ખિસ્સામાં એક ફટકડીનો નાનો ટુકડો મૂકવો. તેનાથી તમને સકારાત્મક પરિણામ જોવા મળશે.

⦁ બાળકના મનની એકાગ્રતા વધે તે માટે નિત્ય જ તેની પાસે ઓમકારનું (ૐ) ઉચ્ચારણ કરાવવું જોઈએ. તેનાથી બાળકના આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થશે.

⦁ ઘરમાં પૂજા સમયે બાળકને જરૂરથી નિત્ય જ કેસરનું તિલક કરવું જોઇએ. શક્ય હોય તો બાળકના સ્કૂલમાં જતા સમયે આ તિલક કરીને જ તેને શાળાએ મોકલવું.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles