દરેક વ્યક્તિએ પોતાના શરીરને ડિટોક્સ કરવુ ખૂબ જરૂરી છે. વાત કરવામાં આવે તો આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પોતાની હેલ્થ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. હેલ્થ પર પ્રોપર ધ્યાન ના આપવાને કારણે શરીરમાં અનેક બીમારીઓ એન્ટ્રી કરવા લાગે છે. ડાયાબિટીસ, કેન્સરથી લઇને બીજી અનેક ગંભીર બીમારીઓના કેસમાં દિવસને દિવસે વધારો થઇ રહ્યો છે, એવામાં શરીરને ડિટોક્સ કરીને હેલ્થનું પ્રોપર રીતે ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. તો જાણો તમે પણ એવા ફ્ડ્સ વિશે જે તમારી બોડીને નેચરલ રીતે ડિટોક્સ કરવાનું કામ કરે છે.
- પાનવાળા શાકભાજી ખાવાથી શરીર ડિટોક્સ થાય છે. દરેક લોકોએ પાનવાળા અને લીલા શાકભાજીને ડાયટમાં એડ કરવા જોઇએ. ઘણાં લોકો પાનવાળા શાકભાજી ખાતા હોતા નથી. જો તમે પણ આવું કરો છો આ તમારી સૌથી મોટી ભૂલ છે.
- ડિટોક્સીફિકેશન એક મહત્વપૂર્ણ પક્રિયા છે જે આપણાં શરીરને હાનિકારક પદાર્થોમાંથી છૂટકારો અપાવે છે અને સ્વાસ્થ્યને સારું કરવામાં મદદ કરે છે. ઘણાં બધા લોકો વિષાક્ત પદાર્થોને બહાર નિકાળવા માટે ડિટોક્સ ડાયટ અને સપ્લીમેન્ટ્સ પર વિશ્વાસ રાખતા હોય છે. આમ તમને જણાવી દઇએ કે ડિટોક્સ કરવા માટે શુદ્ધ અને હેલ્ધી ખોરાક ખાઓ.
- બ્રોકલી પણ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. આ એક ન્યૂટ્રિએન્ટથી ભરપૂર હોય છે. બ્રોકલીમાં વિટામીન સી સહિતના અનેક પ્રકારના તત્વો હોય છે જે શરીરને સારી રીતે ડિટોક્સ કરે છે.
- લસણ અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. લસણને ઓર્ગનો સલ્ફર પણ કહેવામાં આવે છે જે ગ્લુટાથિયોન અને સલ્ફર જેવા ડિટોક્સિફાઇંગ પોષક તત્વોને વધારે છે અને ડિટોક્સ કરે છે. લસણ માથાના દુખાવો તેમજ ઊંઘ સારી લાવવામાં મદદરૂપ બને છે.
- ગ્રીન ટી વજન ઘટાડવાથી લઇને અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. ગ્રીન ટીમાં કેટેચિન સહિતના અનેક પોલિફેનોલ્સ હોય છે. આ શરીરને નેચરલ રીતે ડિટોક્સ કરે છે. આમ, જો તમે દરરોજ ગ્રીન ટી પીવો છો તો વજન પણ ઉતરે છે અને સાથે બોડી ડિટોક્સ પણ થાય છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)