વ્યક્તિને સારું જીવન જીવવા માટે પોષક તત્વોથી ભરપૂર ખોરાકની જરૂર પડતી હોય છે. ભોજનથી આપણાં શરીરને ઉર્જા મળે છે અને સાથે અનેક પ્રકારની બીમારીઓ દૂર કરવાની તાકાત મળે છે. તમને જણાવી દઇએ કે ભોજન નાના આંતરડામાં પચે છે અને સાથે આવશ્યક પોષક તત્વો પ્રાપ્ત થઇ જાય છે, પરંતુ ક્યારેક-ક્યારેક પેટમાં ભોજનનું સારી રીતે પાચન થતુ નથી જેના કારણે અનેક ઘણી તકલીફો પડે છે. આમ, કબજીયાતની સમસ્યા રહે છે તો આ પરિસ્થિતિમાં વઘારો થાય છે. જો કે પેટને સાફ કરવું એ એક સરળ રીતે છે. આમ, જો તમે આ નેચરલ જ્યૂસ પીઓ છો તો આંતરડામાં રહેલી ગંદકીને એક ઝાટકામાં સાફ કરી દે છે.
વિજ્ઞાનનું માનવું છે કે ફાઇબર કબજીયાત અને ગેસની સમસ્યામાંથી છૂટકારો અપાવવાનું કામ કરે છે. ફાઇબરની માત્રા લીલા શાકભાજી વધારે હોય છે. આ સાથે જ અનેક પ્રકારના ફળોમાં ફાઇબરની માત્રા વધાર હોય છે. આમ, તમને આજે 3 જ્યૂસ વિશે જણાવીશું જેની મદદથી તમે આંતરડાની ગંદકીને સાફ કરી શકો છો.
સફરજનનો જ્યૂસ
હેલ્થલાઇન અનુસાર થોડા દિવસોથી તમારું પેટ સાફ થયુ નથી તો તમે સફરજનના જ્યૂસનું સેવન કરો. અધ્યયનોમાં સાબિત થઇ છે કે સફરજનનો જ્યૂસ ગટ ડિટોક્સ માટે ફાયદાકારક છે. સફરજનનો જ્યૂસ પીઓ છો તો ઝડપથી પેટ સાફ થઇ જાય છે અને આંતરડા ક્લિન થઇ જાય છે.
વેજિટેબલ જ્યૂસ
રિપોર્ટ અનુસાર પેટને સાફ કરવા માટે તમે વેજીટેબલ સૂપ પણ પી શકો છો. આ સૂપ અનેક રીતે ફાયદાકારક છે. વેજીટેબલ સૂપમાં તમે કોબીજ, બ્રોકલી, પાલક, ટામેટા, ગાજર, દૂધી તેમજ કારેલાનો જ્યૂસ પી શકો છો.
લેમન જ્યૂસ
પેટને સાફ કરવા માટે અને આંતરડાને ક્લિન કરવા માટે તમે લેમન જ્યૂસ પી શકો છો. લેમન જ્યૂસ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. લેમન જ્યૂસમાં વિટામીન સીનો સ્ત્રોત સારો હોય છે. લેમન જ્યૂસ પેટમાં છુપાયેલા હાનિકારક બેક્ટેરિયાને ખતમ કરવાનું કામ કરે છે.
આ રીતે ઉપયોગ કરો
સફરજનનો જ્યૂસ બનાવતી વખેત એની છાલ કાઢવાની નથી. છાલમાં ફાઇબરનું પ્રમાણ સારું હોય છે. જ્યારે વેજીટેબલ જ્યૂસ સવારમાં ખાલી પેટ પીવાથી પેટ જલદી સાફ થઇ જાય છે. જ્યારે લેમન સૂપની વાત કરીએ તો આ હુંફાળા પાણીમાં પી શકો છો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)