પતિ-પત્ની રાત્રે પથારીમાં શાંતિથી સુતા હતા.
પરસ્પર કોઈ વાતચીત થઈ રહી ન હતી.
તે સમયે પત્નીના મનની ચિંતાઓ :
(1) આ મારી સાથે વાત કેમ નથી કરી રહ્યા?
(2) શું હું હવે પહેલા જેવી સુંદર નથી રહી?
(3) ક્યાંક મારું વજન તો નથી વધી ગયું ને?
(4) ક્યાંક મારા ચેહેરાની કરચલી પર તેમનું ધ્યાન ન
પડી ગયું હોય.
(5) ક્યાંક તેમના જીવનમાં કોઈ બીજી તો
નથી આવી ગઈને?
તે સમયે પતિના મનની ચિંતા :
વેસ્ટ બંગાળમાં સરકાર કોણ બનાવશે?
😅😝😂😜🤣🤪
એક રીક્ષાવાળાના લગ્ન થઈ રહ્યા હતા.
જયારે વિધિ દરમિયાન કન્યા તેની પાસે
બેસી તો તે બોલ્યો,
થોડા નજીકથી બેસો,
આટલી જગ્યામાં હજી એક બેસી શકે એમ છે.
પછી શું હતું, મંડપમાં જ દે ચપ્પલ… દે ચપ્પલ…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)