દાળ ભારતીય ભોજનનો એક મુખ્ય હિસ્સો છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. દાળ વગર ભોજનનો સ્વાદ જાણે અધૂરો હોય એમ લાગે છે. દાળ સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. દાળમાં પણ અનેક પ્રકારની વેરાયટી આવે છે. દર વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ પલ્સેસ ડે મનાવવામાં આવે છે. વિભિન્ન વેરાયટીની દાળ હેલ્થને કઇ રીતે ફાયદો પહોંચાડે છે એ વિશે જાણી લો તમે પણ..આમ જો તમે દાળ પીતા નથી તો આટલું જાણીને તમે પણ રૂટિનમાં ડેઇલી ડાયટમાં દાળ એડ કરી દેશો.
દાળમાં રહેલા તત્વો
અનેક પ્રકારની દાળ હોય છે અને આ બધી જ દાળમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિએ દરરોજ એક વાટકી દાળને ડાયટમાં એડ કરવી જોઇએ. દાળમાં પ્રોટીનનો સ્ત્રોત સારો હોય છે, આ સાથે જ અનેક પ્રકારના પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. સામાન્ય રીતે દાળમાં વિટામીન્સ, મિનરલ્સ જેવા આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, ફોલેટ વગેરે હોય છે.
દાળ ખાવાથી હેલ્થને થતા લાભ
- દાળમાં ફાઇબરનું પ્રમાણ સારું હોય છે, જે ધીરે-ધીરે પાચન કરતા સ્ટાર્ચ અને પ્રોટીન યુક્ત ભોજન કર્યા પછી બ્લડ સુગર લેવલને વધતા રોકે છે. ઓછા ગ્લાઇસેમિક ઇન્ડેક્સના ખાદ્ય પદાર્થોના રૂપમાં દાળ ડાયાબિટીસથી ગ્રસ્ત લોકોને રક્ત શર્કરાના સ્તરને પ્રબંધિત કરવામાં મદદ કરી શકે છે.
- દાળ ખાવાથી કાર્ડિયોવેસ્કુલર ડિસીઝના રૂપમાંથી બચાવી શકે છે. દાળમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછુ હોય છે જે ખાધા પછી બ્લડ સુગર લેવલ ઝડપથી વધતુ નથી. દાળ ખાવાથી બ્લડ સુગર લેવલને તમે મેનેજ કરી શકો છો. કોલેસ્ટ્રોલને ઓછુ કરવા માટે નિયમિત રીતથી દાળનું સેવન કરવુ જોઇએ.
ડાયટમાં આ 5 દાળ એડ કરો
- ડેઇલી રૂટિનમાં ભોજનમાં અડદ, મગ, મસૂર, ચણા જેવી અનેક દાળને શામેલ કરવી જોઇએ. મગની દાળમાં પ્રોટીન, ફોસ્ફરસ, ઝિંક, ફાઇબર વગેરે હોય છે. જે હેલ્ધી રહેવા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. મગની દાળ કોલેસ્ટ્રોલ લેવલ વધવા દેતા નથી અને સરળતાથી પચવામાં મદદ કરે છે.
- અડદની દાળ ખાવાથી શરીરમાં આયરન, કેલ્શિયમ, વિટામીન્સ, ફાઇબર પ્રાપ્ત થાય છે. પેટને હલકું રાખવામાં મદદ કરે છે. અડદની દાળનું સેવન કરવાથી શરીરમાં ઉર્જાનું સ્તર વધે છે.
- આમ કોઇ પણ દાળ હોય..અનેક દાળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આમ, જો તમે રૂટિનમાં એક વાટકી દાળ પીઓ છો તો હેલ્થ સારી રહે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)