fbpx
Monday, December 23, 2024

પહેલી મીટિંગમાં ભૂલ પણ ન કરો, નહીં તો ફર્સ્ટ ઈમ્પ્રેશન બગડી જશે!

કોઈને મળવા જવું હોય કે ઈન્ટરવ્યુ હોય, આપણે ઘણી તૈયારીઓ કરીએ છીએ. એક કહેવત પણ છે કે ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઈમ્પ્રેશન. કોઈ પણ વ્યક્તિ નથી ઈચ્છતી કે પહેલી જ મુલાકાતમાં તેની ઈમ્પ્રેશન બગડે. આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવીશું, જેના કારણે તમારી છાપ બગડી શકે છે.

પહેલી મુલાકાતમાં મોડું ન થવું

પ્રથમ મુલાકાતનો સમય અને સ્થળ નિશ્ચિત હોવા છતાં, સમયસર ન પહોંચવાથી તમારો સંબંધ શરૂ થાય તે પહેલાં જ સમાપ્ત થઈ શકે છે. આનાથી પાર્ટનરને અહેસાસ થાય છે કે, તે જેની સાથે સંબંધ શરૂ કરવા જઈ રહી છે, તે સમયને મહત્વ આપતો નથી. તેના કારણે તેનામનમાં તમારા પ્રત્યે ઇગ્નોરન્સની લાગણી જન્મી શકે છે અને તે સંબંધને આગળ વધારતા પહેલા જ તૂટી શકે છે.

બોડી લેંગ્વેજ

તમારી બોડી લેંગ્વેજ સામેની વ્યક્તિને તમારા વ્યક્તિત્વ વિશે ઘણું કહી જાય છે. જો તમે વારંવાર તમારા હાથને હલાવી રહ્યા છો અથવા અન્ય કોઈ પ્રકારનો જેસ્ચર શો કરી રહ્યા છો, તો સામેની વ્યક્તિને લાગશે કે તમે તેની વાતથી કંટાળી ગયા છો અને ઉઠીને ચાલ્યા જવા માગો છો.

વધુ પડતી વાત કરવી

તમે જ્યારે પણ કોઈને મળવા જાઓ છો તો ત્યાં બે વ્યક્તિઓ હોય છે. જો તમે વધુ પડતી વાત કરો છો, તો કદાચ સામેની વ્યક્તિ તમારી સામે વાત કરી શકશે નહીં.

ફોન જોવો

ફોન દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, લોકો તેમનો મોટાભાગનો સમય ફોન સાથે વિતાવે છે. આવી સ્થિતિમાં તમે જ્યારે પણ કોઈને મળવા જાઓ છો ત્યારે તમારું બધુ ધ્યાન ફોન પર હોય છે. આવી સ્થિતિમાં સામેની વ્યક્તિ વિચારશે કે તમે તેમની અવગણના કરી રહ્યા છો.

તમારા જ્ઞાનની બડાઈ ન કરો

ઘણા લોકો પહેલી ડેટ પર પોતાના પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માટે પોતાના જ્ઞાન અને નોકરીની બડાઈ મારવા લાગે છે. સંબંધમાં આ પ્રકારનુંવર્તન બાલિશ માનવામાં આવે છે. તમારો પાર્ટનર તમને ડેટ કરવા આવ્યો છે, તમારા જ્ઞાનની જાણકારી મેળવવા કે નોકરીનું ઇન્ટરવ્યુ લેવામાટે નહીં.

એટલા માટે તમારે પહેલી ડેટ પર તેની સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કે ગંભીર બાબતો વિશે વાત ન કરવી જોઈએ. તેના બદલે, હળવા મૂડ અને રમુજી વસ્તુઓ દ્વારા એકબીજાને જાણવાનો પ્રયાસ કરવો જોઇએ. આમ કરવાથી બંનેને સારું લાગશે અને પછી આગળની ડેટની રાહ જુઓ.

નજર ન મેળવવી

કોઈપણ સાથે વાત કરતી વખતે આપણી આંખોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો તમે તમારી નજર મેળવીને કોઈની સાથે વાત ન કરો, તો સામેની વ્યક્તિ પણ તમારી સાથે વાત કરવામાં કમ્ફર્ટેબલ નહીં હોય.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles