fbpx
Monday, December 23, 2024

સૂર્ય પૂજાથી મળશે નોકરીમાં ઉચ્ચ પદ! સૌથી સરળ અને સૌથી અસરકારક વ્રતની વિધિ જાણો

સનાતન ધર્મમાં દરેક દેવી દેવતાને અલગ અલગ વાર સમર્પિત કરવામાં આવ્યા છે. આજે આપણે વાત કરવી છે સૂર્યનારાયણ દેવની . જેમને રવિવાર સમર્પિત કરવામાં આવ્યો છે. સૂર્યદેવતાએ દેવતા છે કે જેમણે સમગ્ર સૃષ્ટિને ઊર્જા અને પ્રકાશ પ્રદાન કર્યા છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ઉચ્ચના સ્થાન પર હોય તો તે વ્યક્તિ પોતાના જીવનમાં યશસ્વી અને તેજસ્વી બને છે.

તે વ્યક્તિ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે છે. આવું શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં સૂર્યને સાક્ષાત દેવ એટલે કે પ્રત્યક્ષ દેવ માનવામાં આવે છે. રાજકીય સેવા જેવા ક્ષેત્રોમાં રોજગારી મળવા પાછળ પણ સૂર્યદેવની ભૂમિકા જ જવાબદાર હોય છે.

સૂર્યદેવ એ સમગ્ર જીવસૃષ્ટિની શક્તિ છે. વાસ્તવમાં તો તે જ સૃષ્ટિની આત્મા છે. સૂર્યદેવની કૃપાથી જ જીવ માત્રનું કલ્યાણ થાય છે. કારણ કે સૂર્યદેવથી જ પૃથ્વી પર જીવન શક્ય છે. આજે રવિવાર છે. એટલે કે સૂર્યદેવને પ્રસન્ન કરવાનો વાર. તો ચાલો જાણીએ કે આજે કયા પ્રકારની પૂજા કરવાથી સૂર્યદેવની પ્રસન્નતા મેળવી શકાય.

સૂર્યને માનવ શરીરમાં આત્માનો કારક માનવામાં આવે છે. સૂર્યદેવ નક્ષત્ર અને તારાઓની મધ્યમાં બિરાજમાન થઇને ત્રણેય લોકને પ્રકાશિત કરે છે. પરંતુ જો આપની કુંડળીમાં સૂર્યનું સ્થાન નીચનું બને કે સૂર્ય અશુભ સ્થાન પર બિરાજમાન થઇ જાય તો આપના જીવનમાં અંધકાર છવાઇ જશે. આ દરમ્યાન આપ જો સૂર્યદેવ સંબંધિત કેટલાક ઉપાયો કરશો તો આપને ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થશે અને જીવનમાં ખુશીઓનો પ્રકાશ પણ પ્રસરી જશે. તો આજે એવાં જ ઉપાયો વિશે વાત કરવી છે કે જે કરવા માત્રથી આપના જીવનનો અંધકાર દૂર થઇ જશે.

સૂર્યનારાયણનું રવિવારનું વ્રત

  • હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં રવિવારનો દિવસ સૂર્યનારાયણને સમર્પિત કરવામાં આવ્યો છે. માન્યતા અનુસાર સૂર્યનારાયણનું રવિવારનું વ્રત કરવાથી નોકરીમાં ઉચ્ચપદ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.
  • સૂર્યનારાયણનું રવિવારનું વ્રત કરવાથી જાતકને આંખ અને ચામડીના રોગમાંથી મુક્તિ મળે છે.
  • રવિવારનું સૂર્યનારાયણનું વ્રત અને ઉપાસના કરવાથી જાતકને તેજોમય જીવનનું વરદાન પ્રાપ્ત થાય છે.
  • જે વ્યક્તિને જીવનમાં સૂર્યદેવની કૃપા મળી જાય છે તે જાતકને જીવનમાં તમામ પ્રકારના સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેનું જીવન ખુશીઓમાં પસાર થાય છે.

સૂર્યનારાયણના રવિવારના વ્રતની પૂજા વિધિ

  • સૌપ્રથમ રવિવારે બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત થવું.
  • ત્યારબાદ સ્વસ્છ અને સફેદ રંગના વસ્ત્ર ધારણ કરવા.
  • સૂર્યોદય સમયે તાંબાના કળશમાં જળ ભરીને તેમાં લાલ રંગના ફૂલ ઉમેરીને સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું જોઇએ.
  • આ રીતે નિત્ય જળ અર્પણ કરવાથી જાતકને સ્વાસ્થ્ય અને નોકરી-ધંધામાં આવતી અડચણો દૂર થાય છે.
  • આ વ્રતના દિવસે દિવસે તાંબાના વાસણ કે ઘીનું દાન કરવું જોઇએ.
  • આ દિવસે આદિત્યહૃદય સ્તોત્રનું પઠન કરવું પણ લાભદાયી બની રહે છે.
  • રવિવારે નેત્રોપનિષદનો પાઠ કરવાથી જાતકની આંખોની રોશની વધે છે.

સૂર્યનારાયણના વ્રતનો વિશેષ પ્રયોગ

રવિવારે રાત્રે સૂતી વખતે માથાની પાસે એક ગ્લાસમાં દૂધ ભરીને રાખવું. ત્યારબાદ સોમવારના દિવસે સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇને આ દૂધને બાવળના વૃક્ષમાં અર્પણ કરી દેવું. આ ઉપાય આપ 7 કે 11 રવિવાર સુધી કરશો તો આપના ધાન ધાન્યની વૃદ્ધિ થશે. આપને ક્યારેય આર્થિક સંકડામણનો સામનો નહીં કરવો પડે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles