fbpx
Sunday, December 22, 2024

દરરોજ આ સમયે 2 એલચી ખાઓ, શારીરિક ક્ષમતા વધે છે અને તેનાથી થાય છે આ ફાયદા

દરેક લોકોના રસોડામાં ઇલાયચીનો ઉપયોગ થતો હોય છે. ઇલાયચી હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ઉપયોગી છે. ઇલાયચી રસોઇનો સ્વાદ વધારે છે અને સાથે-સાથે આ બીમારીઓમાંથી પણ બચાવવાનું કામ કરે છે. જેમ હળદર, લવિંગ અને કાળા મરી ઉપયોગી છે એમ ઇલાયચીનાં પણ બેસ્ટ સાબિત થાય છે. ઇલાયચીનું નિયમિત રીતે સેવન કરવાથી એસિડિટી, કબજીયાત તેમજ પેટની સમસ્યાઓમાંથી રાહત મળે છે. તમને જાણીને નવાઇ લાગશે કે ઇલાયચીનું સેવન દાંતમાં થતો સડો પણ અટકાવવાનું કામ કરે છે. ઇલાયચીમાં રહેલી તાકાત પુરુષોની શારિરિક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. ઇલાયચીમાં કાર્બોહાઇડ્રેટ, ડાયટરી ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન અને ફોસ્ફરસ હોય છે.

પુરુષો માટે ફાયદાકારક

પુરુષો રાત્રે ઊંધવાના પહેલાં ઓછામાં ઓછી બે ઇલાયચી મોંમા રાખવી જોઇએ. રાત્રે ઊંઘતા પહેલા 2 ઇલાયચીને એક ગ્લાસ દૂધની સાથે ગરમ કરીને પીઓ છો તો બેસ્ટ છે. ઇલાયચી યૌન સ્વાસ્થ્યને સારું બનાવવામાં મદદગાર છે. આ માટે નિયમિત રીતે ઇલાયચીનું સેવન કરવાથી પુરુષોની નપુંસકતા દૂર થાય છે.

આ સમયે ઇલાયચી ખાઓ

રાત્રે ઊંઘતા પહેલા બે ઇલાયચીને એક ગ્લાસ ગરમ પાણીમાં બોઇલ કરી લો અને આ પાણી પીઓ. પછી ઇલાયચીને ચાવીને ખાઇ લો. તમે ઇલાયચીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે કરી શકો છો. અથવા તો કોઇ ડિશ તેમજ શાક બનાવતી વખતે પણ એમાં બે દાણાં નાખીને આનું સેવન કરી શકો છો.

ઇલાયચીના બીજા જબરજસ્ત ફાયદાઓ

  • ઇલાયચી એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણોથી ભરપૂર હોય છે જે મોંના કેન્સરથી તમને બચાવવાનું કામ કરી શકે છે.
  • વધતા વજનથી તમે પરેશાન છો તો ડાયટમાં ઇલાયચીને જરૂર સામેલ કરો. ઇલાયચીમાં રહેલા પોષક તત્વો ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.
  • તમે ઊંઘ આવતી નથી તો તમે ઇલાયચીનું ગરમ પાણી સાથે સેવન કરો. આમાં રહેલા તત્વો તમને ઊંઘ લાવવામાં મદદ કરે છે અને સાથે નસકોરની સમસ્યામાંથી પણ છૂટકારો અપાવે છે.
  • ઇલાયચીના સેવનથી ગેસ, એસિડિટી, કબજીયાત અને પેટની તકલીફોને દૂર કરવામાં મદદરૂપ બને છે. આમ, તમને આ તકલીફો છે તો તમે ઇલાયચીનું સેવન કરો.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles