ઘણાં લોકોને કોઇ વાત વગર રડવાનું મન થતુ હોય છે. આ જાણીને તમને વિશ્વાસ નહીં આવે પરંતુ વાત સાચી છે. જો કે આવું થવા પાછળ ડિપ્રેશનથી લઇને બીજા અનેક કારણો જવાબદાર હોય છે. જો કે આ પરિસ્થિતિ ઘણી વાર વ્યક્તિને શરમમાં મુકી દે છે. પરંતુ ખાસ એ જાણવું જરૂરી છે કે રડવાનું મન કેમ થાય છે. ક્યારેક આપણે કોઇ પણ કારણ વગર રડતા હોઇએ છીએ. આમ, રડવું એ કોઇ ખોટી વાત નથી, પરંતુ ગાઇડલાઇન્સ જણાવે છે વ્યક્તિએ કેટલું રડવું જોઇએ. 1980માં એક અધ્યયન કરવામાં આવ્યુ હતુ જેમાં જાણ થઇ હતી કે મહિલાઓએ દર મહિને 5.3 રડે છે અને પુરુષો દર મહિને 1.3 વાર રડે છે.
આ સાથે જ ઘણાં લોકો વધારે પ્રમાણમાં પણ રડતા હોય છે, પરંતુ આ સમયે ચુપ રહેવુ ખૂબ જરૂરી છે. આ સ્થિતિ ડિપ્રેશન તેમજ મૂડ ડિસઓર્ડરનો સંકેત હોઇ શકે છે. એવામાં તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. આમ, તમે આ ટિપ્સ ફોલો કરીને આ સમસ્યામાંથી બહાર આવી શકો છો.
સ્થિતિથી દૂર રહો
તમારું મન ઉદાસ છે અને તમને રોવાનું મન થાય છે તો આ સ્થિતિમાં પોતાને ડિસ્ટ્રેક્ટ કરી લો. વધારે ગુસ્સો, કંટાળો આવવો તેમજ નિરાશ થવાને કારણે રડવાનું મન થતુ હોય છે. આ માટે પોતાની જાતને નાના-નાના કામમાં વ્યસ્ત રાખો. આમ કરવાથી આપોઆપ તમે આ સમસ્યામાંથી બહાર આવી જશો.
પોતાની જાતને પિંચ કરો
જ્યારે તમે રડો છો ત્યારે તમને એ વાતની જાણ હોતી નથી કે તમે પોતાની જાતને વિચલિત કરી રહ્યા છો. એવામાં તમે અંગુઠો અને તર્જની વચ્ચેના ભાગને પિંચ કરો.
ફિઝેટ રમો
તમે તમારા હાથમાં સ્પીનર, પપેટ જેવી અનેક ગેમ રાખો છો તો તમે રોવાની ઇચ્છાને કંટ્રોલ કરી શકો છો. એ નાની વસ્તુ તમને અનેક રીતે કામમાં આવે છે.
પોઝિટિવ વિચારો
ઘણાં લોકો સતત નેગેટિવ ટાઇપના વિચારો કરતા હોય છે. તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. હંમેશા પોઝિટિવ વિચારો કરો અને એ જ રીતે આગળ વઘો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)