fbpx
Monday, December 23, 2024

વિજયા એકાદશી પર કરો આ ખાસ તિલક, દરેક કાર્યમાં મળશે અતુલ્ય સફળતા!

આ ગુરુવારે તારીખ 16 ફેબ્રુઆરીના રોજ વિજયા એકાદશીનો રૂડો અવસર છે. ગુજરાતી પંચાંગ અનુસાર મહા માસના વદ પક્ષની એકાદશી તિથિને વિજયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. મૂળે તો આ એકાદશી શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ કરાવનારી છે. પણ, જો તમે આસ્થા સાથે આ દિવસે શ્રીહરિની પૂજા કરો છો, તો વિજયા એકાદશી આપના સઘળા મનોરથોને સિદ્ધ કરી દે છે.

તો, આ દિવસે એક ખાસ તિલકનો પ્રયોગ કરીને તમે તમારો ભાગ્યોદય પણ કરી શકો છો. આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ. સર્વ પ્રથમ તો એ જ જાણીએ કે આ અત્યંત ફળદાયી એકાદશીની વ્રતની વિધિ શું છે ?

વિજયા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું ?

⦁ કોઈપણ એકાદશીનું વ્રત દશમની તિથિથી શરૂ કરવામાં આવે છે. એટલે કે દશમની તિથિએ ભોજનમાં માત્ર સાત્વિક આહાર જ કરવો. અને શક્ય હોય ત્યાં સુધી સંધ્યાકાળ પછી કશું જ ગ્રહણ ન કરવું.

⦁ વિજયા એકાદશીના દિવસે બ્રહ્મ મૂહુર્તમાં ઉઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇ જવું.

⦁ પૂજાઘર સન્મુખ બેસીને એકાદશી વ્રતનો અને વિષ્ણુ પૂજાનો સંકલ્પ લેવો.

⦁ આસ્થા સાથે શ્રીહરિની પૂજા કરો, તેમની આરતી ઉતારો અને નૈવેદ્ય અર્પણ કરો.

⦁ આ દિવસે માત્ર ફળાહાર જ કરવું. જો ભૂખ્યા રહી શકાય તેમ ન હોય તો એકટાણું કરી શકાય. પરંતુ, તેમાં સાત્વિક આહાર જ ગ્રહણ કરવો. ભૂલથી પણ ભોજનમાં ભાત તો ન જ લેવા.

⦁ દિવસ દરમિયાન સતત શ્રીહરિનું જ ચિંતન કરવું.

⦁ એકાદશીએ પોતાના આચરણ પર ખાસ નિયંત્રણ રાખવું અને જેટલું બને એટલું ગુસ્સો કરવાથી બચવું.

⦁ રાત્રે જાગરણ કરતા સમયે ભગવાન વિષ્ણુજીના મંત્રોનો જાપ કરવો અને ભજનમાં સમય પસાર કરવો.

⦁ દ્વાદશીના દિવસે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવા.

ખાસ તિલક ચમકાવશે ભાગ્ય !

આ દિવસે પીળા ચંદન અને કેસરને મિશ્રિત કરી તેમાં ગુલાબજળ ઉમેરવું અને પછી તેનાથી શ્રીહરિને વૈષ્ણવ તિલક કરવું. તેનાથી જ સ્વયં પણ તિલક કરવું. માન્યતા એવી છે કે કોઇ શુભ કાર્ય કરતા પહેલા ચંદન-કેસરનું આવું તિલક અવશ્ય લગાવવું જોઈએ. અને પછી જ ઘરની બહાર નીકળવું જોઈએ. કહે છે કે તેનાથી આપને કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. તેના લીધે તમારું પર્સ હંમેશા જ પૈસાથી ભરેલું રહે છે. એટલું જ નહીં, સૂર્ય અને ગુરુ ગ્રહ પણ હંમેશા આપને અનુકૂળ થઈને રહે છે !

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles