સ્કિનને હંમેશા જવાન એટલે યંગ દેખાવા માટે સ્કિન કેર મહત્વનો ભાગ ભજવે છે. પ્રોપર સ્કિન કેર કરવાથી ચહેરા પર નેચરલ ગ્લો આવે છે અને સાથે અનેક ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સ્કિનને હંમેશા માટે યુવાન દેખાડવા તેમજ ફેસ પરની કરચલીઓ દૂર કરવા દેસી ઘી સૌથી બેસ્ટ છે. જો કે દેસી ઘી લગાવવાની પણ એક સાચી રીત છે. તમે આ રીતે દેસી ઘી લગાવો છો તો સ્કિનને અનેક ઘણો ફાયદો થાય છે. તો જાણો આ વિશે તમે પણ.
- ત્વચા માટે વિટામીન ઇ, એ અને બીજા આવશ્યક વિટામીન્સ હોય છે. ઘીમાં દરેક પ્રકારના વિટામીન્સ રહેલા હોય છે. એવામાં તમે ડાયટમાં ઘીને એડ કરો છો તો સ્કિન હેલ્ધી રહે છે અને સાથે લાંબી ઉંમર સુધી યંગ બનાવી રાખે છે. આમ, તમને લાગે છે કે દેસી ઘી ખાવાથી વજન વઘે છે તો તમે ખોટા છો. કોઇ પણ વસ્તુનું સાચી માત્રામં સેવન કરવાથી કોઇ પણ પ્રકારનું નુકસાન થતુ નથી.
- તમારા હોંઠ વારંવાર ફાટી જાય છે તો તમે દેસી ઘીનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે રાત્રે થોડુ ગરમ કરીને ઘી હોઠ પર લગાવો છો તો સ્કિન કોમળ બને છે અને હોઠ દેખાવમાં પણ સુંદર લાગે છે.
- દેસી ઘી એક નેચરલ મોઇસ્યુરાઇઝર જેવું કામ કરે છે જે સ્કિનને હંમેશા માટે કોમળ બનાવી રાખવામાં મદદ કરે છે. ઘીમાં વિટામીન એ, ફેટી એસિડ હોય છે જે સ્કિનને હાઇડ્રેટેડ રાખવામાં હેલ્પફૂલ રહે છે.
- નાની ઉંમરમાં સ્કિન ઘરડી દેખાય છે તો દેસી ઘી લગાવવાનું શરૂ કરી દો. દેસી ઘી લગાવવાથી સ્કિન હંમેશા યુવાન રહે છે. આ સાથે જ ફેસ પરની કરચલીઓ દૂર થાય છે.
જાણો દેસી ઘી લગાવવાની સાચી રીત
તમે ઘીને લિપ બામની જેમ પણ હોઠ પર લગાવી શકો છો. ઘીનો ઉપયોગ કરીને તમે મેક અપ પણ રિમૂવ કરી શકો છો. આ માટે તમે ઘીમાં વિટામીન ઇની કેપ્સુલ મિક્સ કરીને લગાવી શકો છો. ફાટેલી એડીઓ પર રાત્રે ઊંઘતા પહેલા ઘી લગાવો. આમ કરવાથી રાહત થઇ જશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)