fbpx
Monday, December 23, 2024

આજે ભૂલથી પણ ન કરો આવું, નહીં તો ભોગવવી પડશે તમારા પિતૃઓની નારાજગી!

આજે સોમવતી અમાસનો અવસર છે. આ અવસર આમ તો પિતૃઓની કૃપાને પ્રાપ્ત કરવાનો છે. પણ, જો તમે આ સોમવતી અમાસે ભૂલથી પણ કેટલીક ભૂલ કરી બેસો છો, તો આપે પિતૃકૃપાને બદલે, શિવજીના ક્રોધના ભાગીદાર પણ બનવું પડી શકે છે. ત્યારે આવો, આજે એ જ જાણીએ કે સોમવતી અમાસે શું ભૂલથી પણ ન કરવું જોઈએ.

પિતૃઓને તૃપ્ત કરવાનો મહિમા

સોમવતી અમાસનો દિવસ એ પિતૃઓની પૂજા કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. કેટલાક લોકો આ દિવસે પિતૃઓને ખુશ કરવા માટે અનુષ્ઠાન પણ કરાવે છે. જેનાથી તેમના આશીર્વાદ પૂર્ણ પરિવાર પર રહે અને સુખ-સમૃદ્ધિ તેમજ ખુશહાલી ઘરમાં અકબંધ રહે. માન્યતા છે કે પિતૃઓના આશીર્વાદ જ્યારે તમારા પર હોય ત્યારે જીવનની કોઇપણ સમસ્યા આપને સતાવતી નથી અને પ્રગતિ આડેના તમામ અવરોધો દૂર થઇ જાય છે.

પરંતુ, જો પિતૃઓ નારાજ હોય તો ઘરમાં કલેશ અને કંકાસની સ્થિતિ રહે છે. શાસ્ત્રોના જાણકાર જણાવે છે કે સોમવતી અમાસના દિવસે કેટલાક એવા કાર્યો છે જે ભૂલથી પણ ન કરવા જોઇએ. નહીંતર તેની ખરાબ અસર અને પિતૃઓની નારાજગી બંન્ને આપે ભોગવવી પડી શકે છે.

ભૂલથી પણ ન કરતા આ કામ !

  1. સોમવતી અમાસનો દિવસ એ પિતૃઓને પ્રસન્ન કરવાનો દિવસ છે. આ દિવસે ખાસ ભોજનનો કેટલોક ભાગ કાઢીને તે પિતૃઓની તૃપ્તિ અર્થે ગાય, કાગડા અને શ્વાનને ખવડાવવામાં આવે છે.
  2. શાસ્ત્રોના જાણકાર જણાવે છે કે સોમવતી અમાસ એ આ પશુ-પક્ષીને તૃપ્ત કરવાનો દિવસ છે. એટલે, આ દિવસે ભૂલથી પણ ગાય અને શ્વાનને કષ્ટ ન પહોંચાડવું જોઇએ. નહીંતર, પિતૃઓના ક્રોધનો ભોગ બનવું પડી શકે છે. તમારે પિતૃદોષ સહન કરવાનો પણ વારો આવી શકે છે. એટલે આજે ભૂલથી પણ આવું કોઈ જ કાર્ય ન કરવું.
  3. સંતાનો સોમવતી અમાસે તેમના પિતૃઓ માટે પિંડદાન, શ્રાદ્ધ અને દાન કરે તે ખૂબ જ જરૂરી છે. એક માન્યતા અનુસાર જો પિતૃઓને તે નથી મળતું, તો તે સંતાનો પર ક્રોધ વરસાવે છે. જેને લીધે સંતાનોના જીવનમાંથી સુખ-શાંતિ દૂર થઇ જાય છે.
  4. ધાર્મિક માન્યતા એવી છે કે આ દિવસે પિંડદાન ન કરવાથી પિતૃઓ નારાજ થઈ જાય છે અને આપને પિતૃદોષનો ભોગ બનવું પડે છે.
  5. સોમવતી અમાસના દિવસે માંસાહાર કે મદિરાસેવન ભૂલથી પણ ન કરવું જોઇએ. કારણ કે, તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાય છે. જે આપની પ્રગતિમાં અવરોધો ઊભા કરે છે.
  6. સોમવતી અમાસના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. કહે છે કે તેનું પાલન ન કરવાથી જીવનમાં દુઃખોનો સામનો કરવો પડે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles