fbpx
Sunday, December 22, 2024

હળદર માત્ર ખોરાક માટે જ નહીં પણ સૌભાગ્યની પણ દવા છે! તમારું જીવન ખુશીઓના રંગથી ભરાઈ જશે!

દરેક ઘરના રસોડામાં હળદર બહુ જ સરળતાથી મળી રહે છે અને તેનો ઉપયોગ આપણે રોજિંદા ભોજનમાં સ્વાદ અને રંગ વધારવા માટે કરીએ છીએ. ઔષધીય ગુણો ધરાવતી હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી મનાય છે. પણ, ઘણાં ઓછા લોકો એ જાણે છે કે આ જ હળદરનું જ્યોતિષ શાસ્ત્રમાં પણ આગવું જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં હળદર સાથે જોડાયેલ કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેને અજમાવવાથી જાતકને ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થઈ શકે છે.

આવો, આજે તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.

હળદરનો ધાર્મિક મહિમા

ધાર્મિક કાર્યોમાં હળદરનો ઉપયોગ થતો હોય છે. હળદરને ખૂબ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. એ જ કારણ છે કે દરેક પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કહે છે કે હળદર ભગવાન શ્રીહરિ વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને એટલે જ હળદર સાથે જોડાયેલા ઉપાયો અજમાવવાથી શ્રીહરિ પ્રસન્ન થાય છે. તેમજ ભક્તો પર કૃપા વરસાવી તેમને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે. ત્યારે કેટલાંક આવાં જ ઉપાય વિશે આજે માહિતગાર થઈએ.

આર્થિક સમસ્યાનું સમાધાન !

જ્યોતિષ અનુસાર જો તમે આર્થિક તંગીથી પરેશાન હોવ અને તમે તેમાંથી છુટકારો મેળવવા ઇચ્છતા હોવ તો આપે ભગવાન શ્રીહરિ વિષ્ણુને હળદર મિશ્રિત જળ અર્પણ કરવું જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ધનની અછત દૂર થાય છે. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે હળદર સાથે જોડાયેલ આ ઉપાય ગુરુવારના દિવસે કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.

અટવાયેલા નાણાં પરત મેળવવા

જો લાંબા સમયથી આપનું ધન ક્યાંક અટવાઇ ગયુ છે અને આપ તેને પરત મેળવવા ઈચ્છો છો તો ચોખાના કેટલાક દાણા લઇને તેને હળદરના રંગમાં રંગી લો. ત્યારબાદ આ ચોખાને આપના પર્સમાં કે ધન રાખવાની જગ્યા પર રાખી દો. માન્યતા એવી છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્‍મીની કૃપા આપના પર ઉતરે છે. આપનું અટવાયેલું ધન આપને પરત મળે છે અને આપની આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે.

સુખ-સમૃદ્ધિ અર્થે

ઘરમાં સમૃદ્ધિ માટે આપે હળદરનો એક ખાસ ઉપાય અજમાવવો જોઇએ. તેના માટે એક લાલ રંગના વસ્ત્રમાં હળદરની ગાંઠ બાંધીને તિજોરી કે ધન રાખવાની જગ્યા પર મૂકી દો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી આપને ધનમાં વૃદ્ધિના આશીર્વાદ મળે છે અને ઘરમાંથી ધનની અછત દૂર થાય છે.

કાર્યમાં સફળતા અર્થે

ગમે તેટલા પ્રયાસો કરવા છતાં જો આપને કાર્યમાં સફળતા ન મળી રહી હોય તો આ દરમ્યાન આપે હળદર સાથે જોડાયેલા ઉપાયો કરવા જોઇએ. તેના માટે આપે 11 કે 21 હળદરની ગાંઠ લઇ તેની માળા બનાવવી. ત્યારબાદ આ માળા ભગવાન ગણેશને અર્પણ કરો. તેનાથી શ્રીગણેશના આશીર્વાદ આપને પ્રાપ્ત થશે અને આપને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles