fbpx
Monday, December 23, 2024

બરસાનામાં આજે રમાશે લાડુની હોળી, જાણો આ પરંપરા સાથે જોડાયેલી રસપ્રદ વાતો

ભારતમાં આ વર્ષ હોળી 7 માર્ચે અને ધૂળેટી 8 માર્ચના રોજ ઉજવવામાં આવશે. પણ તે પહેલા કૃષ્ણ અને રાધાની જન્મભૂમિ પર હોળીની ઊજવણી શરુ થઈ ગઈ છે. હોળી પહેલા જ ગોકુલ, મથુરા, વૃંદાવન અને બરસાનામાં રોનક જોવા મળી રહી છે. આજે બરસાનાના લાડલીજી મંદિરમાં વિશ્વ પ્રસિદ્ધા લડ્ડૂ હોળી રમવામાં આવશે.

આ ઉત્સવને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવતા હોય છે.અનેક વિદેશી લોકો આવી હોળીની ઉજવણીમાં જોવા મળતા હોય છે. ચાલો જાણીએ આ પરંપરા સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

ફાગણ માસની શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ બરસાનાના લાડલીજી મંદિરમાં લાડુ હોળી રમવાની પરંપરા છે.આ દિવસે રાધારાણીનું મંદિર ભક્તોથી ભરેલું હોય છે. આ હોળીના દર્શન માટે દૂર-દૂરથી ભક્તો આવે છે. રાધા રાણીના ભક્તો આખા વર્ષ દરમિયાન આ દિવસની રાહ જોતા હોય છે. આ પ્રસંગે દરેક ભક્તને પ્રસાદ તરીકે લાડુ આપવામાં આવે છે.

કેવી રીતે શરૂ થઈ લાડુ હોળીની પરંપરા?

લાડુ હોળી સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે. આ પરંપરાની એક માન્યતા એવી છે કે જ્યારે શ્રી કૃષ્ણ નંદગાંવમાં રહેતા હતા, તે સમયે બરસાનાથી એક ગોપી હોળી રમવાનું આમંત્રણ લઈને નંદગાંવ આવી હતી, નંદ બાબાએ આ આમંત્રણ સ્વીકાર્યું હતું. આ સંદેશ લઈને, તેણે તેના પૂજારીને બરસાના મોકલ્યો, જ્યાં રાધાજીના પિતા વૃષભાનુએ પૂજારીને લાડુ ખવડાવ્યા. જ્યારે ગોપીઓએ પૂજારી પર રંગ વરસાવવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ તેમના પર લાડુ ફેંકવા લાગ્યા. ત્યારથી તે એક પરંપરા બની ગઈ જેનું પાલન આજે પણ કરવામાં આવે છે. અને લોકો હર્ષો ઉલ્લાસથી આ પરંપરા નીભાવે છે.

શું છે લાડુ હોળીની પરંપરા?

પરંપરા મુજબ ફાગણ શુક્લ અષ્ટમી તિથિ પર, હોળી રમવાનું આમંત્રણ બરસાના ગામથી નંદગાંવ સુધી પહોંચાડવામાં આવે છે. તે જ દિવસે નંદગાંવથી એક પૂજારી ફાગ આમંત્રણ સ્વીકારવાનો સંદેશ લઈને બરસાના આવે છે. આ પ્રસંગે લાડલીજીના મંદિરમાં ઉત્સવ ઉજવવામાં આવે છે અને લાડુ ખવડાવીને પૂજારીનું મોં મીઠુ કરવામાં આવે છે. આ પછી હોળીના તહેવારની શરૂઆત રંગો સાથે થાય છે. આ જોઈને લોકો એકબીજા પર લાડુ ફેંકવા લાગે છે અને આ રીતે લાડુની હોળી રમવામાં આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles