ગરમીની સીઝન આવી રહી છે અને બજારમાં અલગ અલગ પ્રકારના ફળોની ભરમાર જોવા મળી રહી છે. તેમાંથી દ્રાક્ષ એક એવું ફળ છે, જેની મદદથી આપ ફક્ત ખુદને હાઈડ્રેટ રાખી શકો છે, સાથે સાથે શરીરને કેટલીય બિમારીઓથી બચાવી પણ શકો છો. જો આપ તેનું નિયમિત સેવન કરો છો, તો તે કોલેસ્ટ્રોલથી લઈને બ્લડ પ્રેશર, શુગર, કેન્સર જેવી ખતરનાક બિમારીઓથી આપણને બચાવે છે. તેનો કેટલાય ફાયદા છે, જેના વિશે અમે આપને અહીં જણાવીશું.
દ્રાક્ષમાં વિટામીન K અને કોપર મળી આવે છે, જે બ્લડ ક્લોટિંગની સમસ્યાને દૂર કરવાની સાથે સાથે એનર્જી વધારવાનું કામ પણ કરે છે. જે આપણા બોન્સને પણ મજબૂત બનાવે છે. આ ઉપરાંત તેમાં ફાઈબર, વિટામીન બી 6, પોટેશિયમ, વિટામીન સી, મેગનિઝ જેવા પોષક તત્વો પણ મળી રહે છે. જે શરીરને હેલ્દી રાખવામાં મદદ કરે છે.
દ્રાક્ષમાં પોટેશિયમની પણ ભરપૂર માત્રા જોવા મળે છે. જે બ્લડ પ્રેશરને મેન્ટેઈન રાખવામાં મદદ કરે છે. તે શ્વાસતંત્ર અને વેન્સને હેલ્દી રાખવાનું કામ કરે છે. જો કે આપ જો હાઈ અથવા લો બ્લડ પ્રેશરની સમસ્યા રહે છએ, તો સીમિત માત્રામાં તેનું સેવન કરવાનું રહેશે.
સંશોધનમાં સામે આવ્યું છે કે, જો આપ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડિત છો, અને 500 ગ્રામ લાલ દ્રાક્ષનું સેવન કરો છો, તે આપનું બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ ઝડપથી કરશે. એટલે કે, દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સિડેંટ તત્વ પણ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે.
દ્રાક્ષમાં ખૂબ જ વધારે માત્રામાં એન્ટીઓક્સિડેંટ મળી આવે છે. જે શરીરને ફ્રી રેડિકલ્સના નુકસાન અને સેલ્સ ડેમેજને હીલ કરવામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. આપને જણાવી દઈએ કે, ફ્રી રેડિકલ્સના કારણે કેન્સર, હાર્ટ ડિજીજ, ડાયાબિટીસ વગેરેની સંભાવના વધી જાય છે. તે સ્કીનથી લઈને વાળ અને આંખ માટે પણ ફાયદાકારક હોય છે. આવી રીતે આપ પોતાના ડાયટમાં દ્રાક્ષને સામેલ કરી શકો છો.
ડાયાબિટીઝની સમસ્યામાં પણ આપ ઓછી માત્રામાં દ્રાક્ષનું સેવન કરી શકો છો. જો આપ તેનું સેવન કરો તો, આ વાતનું ખાસ ધ્યાન રાખશો. થોડી થોડી માત્રામાં તેવું સેવન કરો. હકીકતમાં તે લો જીઆઈ ફુડ છે. જે ઈંસુલિન રેસિસ્ટેંટને કરે છે અને તેને પ્રોડક્શનને વધારે છે. આ એઝિંગના લક્ષણોને પણ ધીમુ કરી શકે છે. જે આપની સ્કીનને યંગ રાખે છે.
સંશોધનમાં સામે આવ્યુ છે કે, જો આપ દરરોજ 250 ગ્રામ દ્રાક્ષનું સેવન કરો છો, તો આપની મેમોરી સારી રહે છે. બ્રેન હેલ્થ બૂસ્ટ થાય છે. આપનો મૂડ સારો રહે છે. આપ અલ્ઝાઈમર જેવી બિમારીઓથી બચી જશો. આ ઉપરાંત આપને ફંગલ ઈંફેક્શન અને બેક્ટેરિયાથી બચાવામાં મદદ કરે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)