ઉનાળો શરૂ થઈ ચુક્યો છે અને ગરમી પણ વધવા લાગી છે. ગુજરાતના ઘણા શહેરોમાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરશે. આવી સ્થિતિમાં શરીરમાં પાણી રહે તે જરૂરી છે અને આ કામ નારિયળ પાણી કરી શકે છે. નારિયેળને સુપરફૂડ માનવામાં આવે છે. નારિયળ પાણીના અનેક ફાયદા છે. તે શરીરમાં ડિહાઇડ્રેશન સામે લડે છે અને શરીરને તરત જ ઉર્જા આપે છે. ત્વચાને ટનાટન રાખે છે.
નાળિયેર પાણી અને લીંબુનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. લીંબુના રસમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. જેથી નાળિયેર પાણી અને લીંબુના રસના કોમ્બિનેશનને પીવાથી જાદુઈ અસર થાય છે.
નાળિયેર પાણી અને લીંબુનો રસ
શું તમે આ કોમ્બિનેશન અંગે જાણો છો? તેના ફાયદાથી અવગત છો?
આ કોમ્બિનેશનની સૌથી વધુ માંગ મેંગ્લોરમાં રહે છે. બીજી તરફ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે ઉનાળામાં શરીરને હાઇડ્રેટ કરવાની જરૂર રહે છે. આવી સ્થિતિમાં તમને કંઈક ઠંડુ ખાવાનું અથવા પીવાનું મન થાય છે. નાળિયેર પાણી અને લીંબુનો રસ પણ સારા વિકલ્પો છે. તેમાં વિટામિન અને મિનરલ્સ મળી આવે છે.
આ બંને ઇલેક્ટ્રોલાઇટ્સ પણ સપ્લાય કરે છે. તમે સામાન્ય પાણીને બદલે આ કોમ્બિનેશનનો ઉપયોગ કરી શકો છો. ઊર્જા મેળવવા માટે આ ખૂબ જ ઉપયોગી છે. વિવિધ ક્ષેત્રના ખેલાડીઓ માટે આ ઉત્તમ વિકલ્પ છે. સારી વાત એ છે કે, આ કોમ્બિનેશન કુદરતી એનર્જી ડ્રિંક તરીકે કામ કરે છે.
નાળિયેર પાણી અને લીંબુના રસના કોમ્બિનેશનથી કોણે દૂર રહેવું?
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, નાળિયેર પાણી અને લીંબુ બંને એન્ટીઓકિસડન્ટોથી ભરપૂર છે અને બંનેના પોતાના ફાયદા છે. નારિયેળના પાણીમાં પોટેશિયમ અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ વધારે હોય છે, જે ડિહાઇડ્રેશનને દૂર કરે છે. બીજી તરફ લીંબુ વિટામિન-સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેમાં સાઇટ્રિક એસિડ મળે છે, જે પાચનમાં મદદ કરે છે. બંનેને મિક્સ કરવામાં આવે ત્યારે તે વધુ હેલ્ધી ડ્રિંક બની જાય છે. અલબત, ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન, હાઈ બ્લડ પ્રેશર, કિડની ડિસફંક્શનથી પીડાતા લોકોએ આ કોમ્બિનેશનનો ઉપયોગ ન કરવો જોઈએ.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)