પોતાનું કામ કરાવવા માટે એક વેપારી એવા મંત્રી પાસે ગયો
જેની પ્રામાણિકતાની લોકો કસમ ખાતા હતા.
વેપારીએ કહ્યું : સર,
અમે અમારા કામની મંજૂરીના બદલામાં તમને નવી કાર આપવા માંગીએ છીએ.
મંત્રી : અરે ના, ના, એવું ના હોય.
હું તેને મફતમાં લઈ શકતો નથી.
હું આ કાર માટે થોડા પૈસા ચૂકવવા માંગુ છું.
ઘણી સમજાવટ પછી વેપારી રાજી થયો અને બોલ્યો,
ઠીક છે સાહેબ!
તો તમે એક રૂપિયો આપી દો બસ.
મંત્રીએ બે રૂપિયાનો સિક્કો આપ્યો. વેપારી પાસે એક રૂપિયો છૂટો ન હતો
એટલે તેણે કહ્યું : માફ કરશો સાહેબ,
મારી પાસે પરત કરવા માટે એક રૂપિયો છૂટો નથી.
મંત્રી : કોઈ વાંધો નહીં. તમે મને મારી પત્ની માટે બીજી એક કાર આપી દેજો.
પ્રામાણિકતા હજી પણ જીવંત છે!
😅😝😂😜🤣🤪
એક કુકીંગ ટિપ મળી હતી કે,
શાકમાં મીઠું વધારે પડી જાય
તો તેમાં બટાકા નાખો.
આજે બટાકાના શાકમાં જ મીઠું
વધારે પડી ગયું છે તો…
નિષ્ણાત કોઈ સલાહ આપે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)