દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે જીવનમાં તેને ભાગ્યનો સાથ મળે. પરંતુ ઘણીવાર ભાગ્યનો સાથ ન મળવાના કારણે વ્યક્તિ કેટલીક વસ્તુઓ હાંસેલ નથી કરી શકતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક મહિનાનું પોતાનું અલગ મહત્વ હોય છે અને કહેવામાં આવે છે કે આ દરમિયાન કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાથી ભાગ્યનો સાથ મેળવી શકાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ચૈત્ર મહિનામાં કઇ વસ્તુઓ ઘરમાં લાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
મોરપીંછ : ઘરમાં મોર પીંછ રાખવું શુભ માનવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ નહીં પરંતુ વાસ્તુ અનુસાર પણ મોરપીંછને પવિત્ર માનવામાં આવે છે. કહેવામાં આવે છે મોરપીંછ તમારા તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર કરે છે.
પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે મોરપીંછ ખરીદીને લાવેલું ન હોવું જોઇએ. ઘરમાં એવું મોરપીંછ રાખો જે મોરે પોતે ખેર્યુ હોય. તેવામાં મૃત મોરનું પીંછુ ઘરે લાવવાથી સૌભાગ્ય નહીં પરંતુ દુર્ભાગ્યનું આગમન થાય છે.
ચાંદીનો સિક્કો : ચાંદીનો સિક્કો મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રાખવામાં આવે છે. જો તમે પણ મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માગતા હોય, તો સર્વાર્થ સિદ્ધિ યોગમાં ચાંદી ખરીદવી સૌભાગ્યશાળી માનવામાં આવે છે.
ચૈત્ર માસમાં કોઇપણ દિવસે સર્વાર્થ સિદ્ધ યોગમાં ચાંદીનો સિક્કો ઘરે લઇ આવો અને પછી તમે પોતે જ ચમત્કાર જોશો. પૈસાની તંગી જોતજોતામં દૂર થઇ જશે.
શંખ: હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં પૂજા સ્થાન પર શંખ રાખવાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આરતીના સમયે શંખ વગાડવો જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. તેમજ આર્થિક તંગી દૂર થાય છે. આના કારણે વ્યક્તિના બિઝનેસમાં પણ વૃદ્ધિ થાય છે.
પોપટનો ફોટો અથવા મૂર્તિ: શાસ્ત્રોમાં પોપટને બુદ્ધિશાળી અને જ્ઞાની પક્ષી માનવામાં આવે છે. કહેવાય છે કે પોપટની શીખવાની ક્ષમતા ખૂબ જ ઝડપી હોય છે. તેનું વિશેષ મહત્વ વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે.
જો તમે ઘરમાં પોપટ ન રાખી શકતા હોવ તો ઘરમાં પોપટની મૂર્તિ કે ફોટો લગાવવાથી બાળકોનો અભ્યાસમાં રસ વધે છે. દુ:ખ, ગરીબી, રોગ વગેરે પણ ઘરમાંથી દૂર જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને ઘરની ઉત્તર દિશામાં મૂકવાથી ફાયદો થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)