માનવ શરીરમાં દરરોજ લોહીના લાલ રક્તકણ, નર્વ સેલ્સ અને ડીએનએને બનાવવા માટે વિટામીન બી 12ની જરુર હોય છે. આ ઉપરાંત શરીરના કેટલાય ફંક્શનને પુરા કરવા માટે વિટામીન બી 12ની જરુર પડે છે. લોહીના આરબીસીમાં જ હીમોગ્લોબિન હોય છે અને તે શરીરની નસોના માધ્યમથી જ ઓક્સિજન અને અન્ય પોષક તત્વો પહોંચાડે છે. જ્યારે હીમોગ્લોબિન ઘટી જાય છે અને નસો નબળી થઈ જાય છે, તો શરીરના અંગોમાં ન તો ઓક્સિજન યોગ્ય રીતે પહોંચે અને ન તો પોષક તત્વો પહોંચશે. આવી સ્થિતીમાં અંદાજો લગાવો કે, શરીરની શું હાલત થાય.
આ જ કારણ છે કે, વિટામીન બી 12ની કમીથી આખુ શરીર નબળું થઈ જાય છે. નસો નબળી થવાના કારણે ચાલવું પણ મુશ્કેલ થઈ જાય છે. વિટામીન બી 12ની કમીથી એનીમિયાની બીમારી થઈ શકે છે. તેમાં નસ અને મગજ યોગ્ય રીતે કામ કરી શકતું નથી. કેમ કે આપણું શરીર વિટામીન બી 12નું ઉત્પાદન કરી શકતું નથી. એટલા માટે આપણે વિટામીન બી 12ને ભોજનમાંથી મેળવવું જરુરી છે. દરરોજ આપણે 2.4 માઈક્રોગ્રામ વિટામીન બી 12ની જરુર પડે છે.
વિટામીન બી 12ની કમીના સંકેત
હાથ-પગ જકડાઈ જવા
હાર્વર્ડ હેલ્થના જણાવ્યા અનુસાર, વિટામીન બી 12ની કમીના કારણે હીમોગ્લોબિન ઘટી જાય છે, જેનાથી ઓક્સિનજનની સપ્લાઈ યોગ્ય રીતે થઈ શકતી નથી. એટલા માટે તેની પહેલી અસર શરીરના સૌથી અંતિમ ભાગ એટલે કે પગ પર પડે છે. એવું લાગે છે કે, પગમાં અચાનક સેંસેશન થવા લાગે છે. ક્યારેક ક્યારેક પગ એકદમ જકડાઈ જાય છે. બીમારી વધારે ગંભીર થવા પર પગ અને જાંધમાં ધ્રુજારી થવા લાગે છે.
ચાલવામાં તકલીફ
વિટામીન બી 12ની કમીના કારણે નર્વ સેલ્સ નથી બનતા. જ્યારે નર્વ સેલ્સ નથી બનતા તો નસો નબળી થઈ જાય છે. તેમાં શરીરને કંટ્રોલ રહેતું નથી. આ જ કારણે ચાલવામાં તકલીફ થઈ શકે છે. વૃદ્ધ લોકો ચાલતા ચાલતા પડી પણ જાય છે.
એનીમિયા
વિટામીન બી 12ની કમી થવા પર આરબીસીથી હીમોગ્લોબિનની કમી થઈ જાય છે. તેને એનીમિયાની બીમારી કહેવાય છે. પ્રેગ્નેટ મહિલાઓમાં એનિમીયાની કમી થવા પર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જીભમાં સોજો
જ્યારે વિટામીન બી 12ની કમી થાય છે, તો જીભ ભારે થઈ જાય છે અને જીભમાં સોજો આવી જાય છે. જીભમાં સોજો થાય તો તુરંત ડોક્ટર્સનો સંપર્ક કરવો.
વિચારવામાં તકલીફ
વિટામીન બી 12ની કમી થવા પર વિચારવામાં તકલીફ આવે છે. કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવે છે, કારણ કે મગજ સુધી ઓક્સિજન યોગ્ય રીતે પહોંચી શકતુ નથી.
શરીરમાં થાક અને નબળાઈ
નબળાઈ, થાક, જ્યારે નસો નબળી થઈ જાય છે અને ઓક્સિજન શરીરના અંગો સુધી પહોંચતો નથી, તો શરીમાં નબળાઈ અને થાક આવે છે.
વિટામીન બી 12ની કમીને કેવી રીતે પુરી કરવી
દૂધ, દહીં, ઈંડા, ડેરી પ્રોડક્ટ, આખા અનાજ, બીટ, બટાટા, મશરુમ, ફોર્ટિફાઈડ બ્રેકફાસ્ટ સેરિએલ, સીઝનલ લીલા શાકભાજી, તાજા ફળમાંથી વિટામીન બી 12 મેળવી શકો છો. આખા અનાજમાંથી વિટામીન બી 12 જ નહીં પણ તેમાંથી પ્રોટીન, ફાઈબર, હેલ્દી ફૈટ સહિત કેટલાય પોષક તત્વો પ્રાપ્ત કરી શકાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)