નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાના ચોથા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા કુષ્માંડાનો પ્રિય રંગ લીલો અને પીળો છે. જો તમે તમારી પરેશાનીઓનો અંત લાવવા માંગો છો, તો આ દિવસે માતાની પુજા કરી દરેક પ્રકારના દુ:ખ અને પીડાઓથી મુક્તિ મેળવી શકો છો. આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ નવરાત્રિમા દિવસે દાન કરે છે, તેના જીવનની તમામ બાધાઓ દૂર થઈ જાય છે. તો ચાલો જાણીએ નવરાત્રિ દરમિયાન કઈ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે..
માતા કુષ્માંડાને આ રીતે કરવું પ્રસન્ન
ઘણીવાર એવું બને છે કે આપણે ગમે તેટલી પૂજા કરીએ, તેના પર હંમેશા મુશ્કેલીનો પડછાયો રહે છે. તેથી જ આ દિવસે પણ રોજની જેમ નવરાત્રિમાં સૌ પ્રથમ કલશની પૂજા કરો અને માતા કુષ્માંડાને પ્રણામ કરો, પૂજામાં બેસવા માટે લીલા અથવા પીળા રંગના આસનનો ઉપયોગ કરવો વધુ સારું છે. મા કુષ્માંડાને પુષ્પો અર્પણ કરો કે તેમના આશીર્વાદથી તમારું અને તમારા સંબંધીઓનું સ્વાસ્થ્ય સારું રહે. દેવીને માલપુઆ અર્પણ કરો અને તેનો પ્રસાદ બ્રાહ્મણોને આપો.
નવરાત્રીના 9 દિવસ સુધી આ વસ્તુઓનું દાન કરો
– કન્યા પૂજન પછી છોકરીઓએ પુસ્તકો કે શિક્ષણ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ, તેનાથી માતા રાની પ્રસન્ન થાય છે. પુસ્તકોનું દાન કરવાથી તમારે તમારા જીવનમાં ક્યારેય દુ:ખનો સામનો કરવો પડતો નથી, સાથે જ માતા સરસ્વતીના આશીર્વાદ તમારા પર બની રહે છે.
– નવરાત્રિના 9માં દિવસે કેળાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેના કારણે ઘરમાં આશીર્વાદ રહે છે અને તમને શુભ ફળ મળે છે.
– જો તમે નવરાત્રિના ચોથા દિવસે દાન કરી રહ્યા હોવ તો બંગડીઓ લીલા કે પીળા કપડામાં લપેટીને દાન કરો. આમ કરવાથી તમને શુભ ફળ મળે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)