વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલે સવારે 7.4 થી બપોરે 12.29 દરમિયાન થશે. જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેના કારણે કોઈપણ સુતક કાળ માન્ય રહેશે નહીં. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્યદેવ 14 એપ્રિલે મેષ રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે, જેમાં રાહુ અને સૂર્ય એક સાથે રહેશે. જેના કારણે સૂર્ય ગ્રહણની અશુભ અસર કેટલીક રાશિના લોકો પર પડવાની છે. તો ચાલો જાણીએ કઈ રાશિના જાતકોએ આ સમય દરમિયાન સાવધાન રહેવું જોઈએ.
આ રાશિઓ પર અશુભ અસર જોવા મળશે
મેષ – વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ આ રાશિમાં જ થઈ રહ્યું છે. આ ગ્રહણની અસરને કારણે મેષ રાશિના લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સૂર્યગ્રહણ દરમિયાન આ રાશિના લોકોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે. આવા સમયમાં તમારે શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
સિંહ – સિંહ રાશિના સ્વામી સૂર્ય દેવ છે. તેથી જ સિંહ રાશિ પર પણ સૂર્યગ્રહણની અસર થશે. જ્યોતિષના મતે સૂર્યગ્રહણ સિંહ રાશિ માટે સારું રહેશે નહીં. આ રાશિના લોકોને તેમના કાર્યોનું શુભ ફળ નહીં મળે અને કરેલાં કામ બગડી શકે છે.
કન્યા – કન્યા રાશિના લોકો માટે પણ ગ્રહણ શુભ નથી. સૂર્યગ્રહણ તમારા માનસિક તણાવને વધારી શકે છે. આ દરમિયાન તમારી વાણી પર સંયમ રાખો. બિનજરૂરી વિવાદોમાં પડવાનું ટાળો. તમારું ચાલુ કામ બગડી શકે છે.
મકર – સૂર્યગ્રહણ મકર રાશિના લોકોના ચોથા ઘરમાં થશે. આ ગ્રહણ તમારી માતાના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. તેની અસરથી તમારો ફાલતુ ખર્ચ પણ વધી શકે છે. આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)