fbpx
Sunday, December 22, 2024

આવી આંગળીઓવાળા પુરુષો જલ્દી ટકલા થઈ જાય છે, ધ્યાનથી જુઓ, તમારી આંગળીઓ પણ આવી છે?

વાળ ખરવા અને ઓછા થવા મહિલાઓની જેમ પુરુષોને પણ આ સમસ્યા થતી હોય છે. અનેક પુરુષોના વાળ બહુ વધારે પ્રમાણમાં ખરતા હોય છે. મહિલા હોય કે પુરુષ…સુંદર વાળ દરેક લોકોને ગમતા હોય છે. તમારો લુક અને પર્સનાલિટીમાં વાળની બહુ મોટી ભૂમિકા રહેલી હોય છે. આ કારણે કોઇ પણ વ્યક્તિ ક્યારે ટકલા થવા ઇચ્છતા નથી, પરંતુ ખરાબ લાઇફ સ્ટાઇલ, ખાનપાન, પ્રદુષણ અને બીમારીઓ સહિત પુરુષોમાં ટકલા થવાની સમસ્યા વધી રહી છે. આજનાં આ સમયમાં નાની ઉંમરમાં પુરુષો આ સમસ્યાનો શિકાર બની રહ્યા છે.

પુરુષોમાં આ સમસ્યા રોકવા માટે અનેક પ્રકારના રિસર્ચ થઇ રહ્યા છે. આવુ કેમ થાય છે, આ પાછળના કારણ શું છે અને કેવી રીતે રોકી શકાય. આ સમસ્યામાંથી બહાર કેવી રીતે આવવુ એ માટે વૈજ્ઞાનિકો સતત કોશિશ કરી રહ્યા છે.

આંગળીઓ સાથે ટકલાપણાંને શું કનેક્શન છે?

તમને જાણીને નવાઇ લાગશે કે તાઇવાનમાં એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જે પુરુષોની તર્જની આંગળી(ઇન્ડેક્સ ફિંગર) અનામિકા આંગળી (રિંગ ફિંગર)થી નાની હોય છે એમને ટકલા થવાની સંભાવના છ ગણી વધારે હોય છે. વૈજ્ઞાનિકોને રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે જમણા હાથની અનામિકા આંગળીની વધારે લંબાઇથી પુરુષોમાં ટકલાપણાંની પેટર્ન સાથે સંબંધ છે.

આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ 37 વર્ષથી વધારે લોકોના લગભગ 240 પુરુષોના હાથનું એનાલિસિસ કર્યુ હતુ, જેમાં એન્ડ્રોજેનિક એલોપેસિયા નામની કન્ડિશન હતી જેમાં મેલ પેટર્ન બાલ્ડનેસ એટલે કે પુરુષોને ટકલા થવાની પેટર્ન કહેવામાં આવે છે. જમણાં હાથની બીજી આંગળી કરતા ચોથી આંગળી બીજી આંગળી કરતા જેટલી નાની હશે એટલી ટાલ પડવાનું જોખમ વધારે છે.

આમ, જ્યારે પણ કોઇ પુરુષોના વાળ વધારે ખરે છે અને સાથે નવા આવતા નથી તો તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. આનાથી તમે ખરતા વાળને રોકી શકો છો. આ માટે અનેક પ્રકારની મેડિકલ ટ્રિટમેન્ટ ઉપલબ્ધ છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles