fbpx
Monday, December 23, 2024

રામચરિતમાનસના આ અધ્યાયનો જાપ કરો, ભગવાન શ્રીરામની કૃપાથી પુરી થશે બધી મનોકામનાઓ

સનાતન ધર્મમાં રામ નવમીનો પર્વ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ચૈત્ર માસની નવમી તિથિએ ભગવાન રામે આ પૃથ્વી પર જન્મ લીધો હતો. આ વખતે રામ નવમીનો પર્વ 30 માર્ચે ઉજવવામાં આવશે. રામ નવમીના દિવસે ઘરથી લઇને મઠ મંદિરોમાં રામચરિતમાનસનો પાઠ કરવામાં આવે છે. ભગવાન રામના મંદિરોમાં પૂજારીથી લઇને ભક્તો ભગવાન રામના જન્મોત્સવની શુભેચ્છા પાઠવે છે.

કહેવામાં આવે છે કે રામનવમીમાં ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસની કેટલીક ચોપાઇઓનો જાપ કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂરી થાય છે. આજે એ જ ચોપાઇઓ વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ જેનો જાપ કરવાથી સંકટ મુક્તિ, રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ, લક્ષ્મીની પ્રાપ્તિ અને સંતાનની પ્રાપ્તિ વગેરે થઇ શકે છે.

અયોધ્યાના જ્યોતિષાચાર્ય પંડિત કલ્કિ રામ જણાવે છે કે રામનવમીમાં રામચરિતમાનસનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સમસ્ત મનોકામનાની પૂર્તિ માટે સનાતન ધર્મના લોકો રામનવમીમાં રામચરિત માનસનો પાઠ કરે છે. જેનાથી પ્રભુ રામની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

મનોકામના પૂર્તિ માટે

રામનવમીમાં મનોકામના પૂર્તિ અને સમસ્યાના નિવારણ માટે 108 વાર આ ચોપાઇનો જાપ કરવો જોઇએ.

કવન સો કાજ કઠિન જગ માહી!
જો નહિં હોઇ તાત તુમ પાહીં!!

લક્ષ્મીની પ્રાપ્તિ માટે

જો તમે તમારા ઘરોમાં માતા લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માગતા હોવ અને વ્યવસાયમાં પ્રગતિ કરવા માગતા હોય તો રામચરિતમાનસની આ ચોપાઇનો જાપ કરો.

જિમિ સરિતા સાગર મંહુ જાહી!
જદ્યપિ તાહિ કામના નાહી!!
તિમિ સુખ સંપત્તિ બિનહિ બોલાએં!
ધર્મશીલ પહિં જહિં સુભાએં!

સંપત્તિ પ્રાપ્તિ માટે

જો તમે સંપત્તિની પ્રાપ્તિ કરવા માંગતા હોય તો રામચરિતમાનસની આ ચોપાઇનો જાપ કરો.

જે સકામ નર સુનહિ જે ગાવહિ!
સુખ સંપત્તિ નામ વિધિ પાવહિ!

સંકટથી મુક્તિ માટે

કોઇપણ પ્રકારના સંકટથી મુક્તિ માટે તમે રામચરિતમાનસની આ ચોપાઇનો જાપ કરી શકો છો.

દીન દયાલુ વિરદ સંભારી!
હરહુ નાથ મમ સંકટ ભારી!

સારા માર્ક્સ મેળવવા માટે

જો તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માંગતા હોય તો, રામચરિતમાનસની આ ચોપાઇનો જાપ કરો.

જેહિ પર કૃપા કરહિ જનુ જાની!
કવિ ઉર અજિર નચાવહિ બાની!
મોરિ સુધારિહિ સો સબ ભાંતી!
જાસુ કૃપા નહિં કૃપા અધાતિ!

સિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ માટે

જો તમે રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગતા હોય તો રામચરિત માનસની ચોપાઇની મદદ લઇ શકો છો.

સાધક નામ જપહિં લય લાએ!
હોહિ સિદ્ધિ અનિમાદિક પાએં!!

ગૃહ ક્લેશ માટે

જો તમારા ઘરમાં ગૃહ ક્લેશ છે, તો ઘરમાં ક્યારેય મા લક્ષ્મીનો વાસ નહીં થાય. ગૃહ ક્લેશની સમાપ્તિ માટે રામચરિતમાનસની આ ચોપાઇનો જાપ કરો.

હરન કઠિન કલિ કલુષ કલેસૂ!
મહામોહ નિસિ દલન દિનેસૂ!!

વિવાહ સંબંધિત સમસ્યાના નિવારણ માટે

જો તમારા લગ્નમાં કોઇ સમસ્યા ઉદ્ભવી રહી છે, તો રામચરિતમાનસની આ ચોપાઇનો જાપ કરો.

તબ જનક પાઇ બસિષ્ઠ આયસુ બ્યાહ સાજ સંવારિ કૈ!
માંડવી શ્રુતકીરતિ ઉરમિલા કુઅંરિ લઇ હંકારિ કૈ!!

(નોટ : અહીં આપવામાં આવેલી ચોપાઇઓ રામ નવમી અથવા ચૈત્ર નવરાત્રીના કોઇપણ દિવસે તમે કરી શકો છો. આ બધા જ દિવસો શુભ છે. સાથે જ આ જાણકારી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles