fbpx
Monday, October 28, 2024

શ્રી રામચંદ્રજીના આ ગુણોને અપનાવો, જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે

30 માર્ચ, ગુરુવારે સમગ્ર ભારતમાં શ્રીરામચંદ્રજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. શ્રીરામને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. તેમનો જન્મ અસત્ય અને અધર્મનો અંત કરવાના ઉદેશ્યથી થયો હતો. રાજા રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. જેનું કારણ તેમનું આચરણ અને આદર્શ જીવન છે. કહે છે કે શ્રી રામના આચરણનું અનુસરણ કરીને, સારા માર્ગે ચાલીને વ્યક્તિ ચોક્કસથી સફળતાની પ્રાપ્તિ કરી શકે છે.

એક શ્રેષ્ઠ રાજા હોવાની સાથે સાથે શ્રીરામ આદર્શ પુત્ર, શિષ્ય, ભાઇ પણ છે. તો ચાલો, આજે જાણીએ પ્રભુ શ્રીરામના આ ગુણ વિશે જેને પોતાના જીવનમાં અપનાવીને કોઈપણ વ્યક્તિ જીવનમાં સફળતાની પ્રાપ્તિ કરી શકે છે.

અત્યંત દયાળુ શ્રીરામ !

શ્રીરામ બહુ દયાળુ છે. તેમની સેનામાં મનુષ્ય, પશુ અને દાનવ દરેક છે. તેમણે બાલીને હરાવીને સુગ્રીવને રાજા બનાવ્યા. શબરીના એંઠા બોર ખાધા. હનુમાન, જામવંત અને અંગદને સેનાનું નેતૃત્વ કરવાની તક આપી. આ બધા જ શ્રીરામના દયાળુ આચરણનું ઉદાહરણ છે

આદર્શ ભાઇ અને દીકરો

વ્યક્તિની સફળતા ખુશહાલ પરિવાર પર નિર્ભર છે. રામે માતા કૈકયીના કહેવા પર રાજાનું પદ ત્યાગી દીધુ. શ્રીરામે પોતાના ત્રણેય નાન ભાઇઓ ભરત, લક્ષ્‍મણ અને શત્રુઘ્નને સગા ભાઇથી પણ વધુ પ્રેમ આપ્યો. આજે આવા જ આદર્શ ભાઈચારાની જરૂર છે.

સહનશીલતા અને ધૈર્ય

શ્રીરામ અત્યંત સહનશીલ અને ધૈર્યવાન હતા. માતા કૈકેયીની ઇચ્છા પૂર્ણ કરવા શ્રીરામે 14 વર્ષ વનવાસમાં વિતાવ્યા. માતા સીતાના ત્યાગ બાદ પોતે રાજા હોવા છતાં સંન્યાસીની જેમ જ જીવન પસાર કરવા લાગ્યા. પોતાના કર્તવ્ય માટે પ્રભુ શ્રીરામ હંમેશા સહનશીલ અને ધૈર્યવાન રહે છે.

આદર્શ સંચાલક

એક આદર્શ રાજા હોવાની સાથે શ્રીરામ કુશળ સંચાલક પણ હતા. ઓછા સૈનિકો, સંસાધનો વિના પણ તેમણે પોતાના કૌશલ્યથી લંકા પર આક્રમણ કરી દીધું. સેનાની સાથે મળીને લંકા પહોંચવા માટે પત્થરથી સેતુ તૈયાર કરાવ્યો. પોતાના રાજ્યને રામરાજ્ય બનાવા ખૂબ પ્રયત્નો કર્યા. જ્યારે એક વ્યક્તિમાં આવી કુશળતા હોય ત્યારે તે જીવનમાં ચોક્કસથી વિઘ્નો સામે લડીને સફળતાની પ્રાપ્તિ કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles