fbpx
Monday, October 28, 2024

5 શુભ સંયોગ સાથે રામનવમી, આ સરળ પૂજન વિધિથી શ્રી રામ તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે!

ચૈત્ર સુદ નોમની તિથિ એટલે શ્રીરામચંદ્રજીનો જન્મદિવસ. આ વખતે 30 માર્ચ, બુધવારે રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસ શ્રીરામની કૃપાની પ્રાપ્તિ કરાવનારો મનાય છે. પણ, ખાસ વાત તો એ છે કે આ વખતે રામનવમી કેટલાંક વિશેષ સંયોગ સાથે આવી છે. આ વખતે ચૈત્ર સુદ નોમ પર પાંચ શુભ સંયોગ બની રહ્યા છે અને કહે છે કે આ યોગમાં શ્રીરામચંદ્રજીની પૂજા આરાધના અત્યંત ફળદાયી બની રહેશે.

ત્યારે, આવો જાણીએ કે આ શુભ યોગ કયા છે અને અવસરે કયા પ્રકારની પૂજાવિધિથી સિયારામની કૃપાની પ્રાપ્તિ થશે.

શુભ સંયોગ

આ વખતે રામનવમીના અવસરે પાંચ શુભ સંયોગ સર્જાઈ રહ્યા છે. રામનવમીના દિવસે ચંદ્રમા મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ભગવાન રામની કુંડળીમાં પણ ચંદ્રમા કર્ક રાશિમાં બિરાજમાન છે. તેના સિવાય રામનવમીના દિવસે ગુરુ પુષ્ય યોગ, અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા પાંચ શુભ સંયોગ બનવાના છે. જેના કારણે આ દિવસે ભગવાન રામની પૂજા અર્ચના કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. તો આવો જાણીએ રામનવમીએ કેવી રીતે કરશો શ્રીરામની પૂજા કે જેનાથી આપની મનોકામનાની પૂર્તિ થાય

રામનવમી તિથિ

તારીખ 29 માર્ચ, મંગળવારે રાત્રે 9.08 કલાકે નવમી તિથિનો પ્રારંભ થશે. જે 30 માર્ચ, બુધવારે રાત્રે 11.31 મિનીટ સુધી રહેશે

રામનવમી પૂજા વિધિ

⦁ શક્ય હોય તો આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. સૂર્યોદય પૂર્વે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા.

⦁ સર્વ પ્રથમ શ્રીરામચંદ્રજીનું ધ્યાન કરો અને તેમના નામનો જાપ કરો.

⦁ શ્રીરામના નામનો જાપ કરતાં કરતાં શ્રીરામને સ્નાન કરાવો. સર્વ પ્રથમ સ્વચ્છ જળથી સ્નાન કરાવો. ત્યારબાદ તેમને દૂધ, દહીં, મધ, ઘી અને ખાંડ એટલે કે પંચામૃતથી સ્નાન કરાવો. અને પછી પુનઃ ગંગાજળ મિશ્રિત સ્વચ્છ જળથી સ્નાન કરાવો.

⦁ આ દિવસે પ્રભુને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવો પણ અત્યંત શુભ મનાય છે.

⦁ શ્રીરામને નવા વસ્ત્ર ધારણ કરાવી તેમને ચંદનનું તિલક લગાવો.

⦁ શ્રીરામની સાથે સાથે આજે માતા સીતાની પૂજા કરવી પણ ફળદાયી બની રહેશે.

⦁ સિયારામને ફૂલની માળા પહેરાવી અક્ષત તેમજ પુષ્પ અર્પણ કરો.

⦁ પ્રભુ સમક્ષ ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, સોપારી અર્પણ કરો.

⦁ શ્રીરામની આરતી કરીને તેમને ભોગ અર્પણ કરો. ત્યારબાદ આ ભોગને ભક્તોમાં પ્રસાદના રૂપમાં વહેંચી દો.

શું ખાસ કરવું ?

⦁ રામનવમીની પૂજા પૂર્ણ થયા બાદ સિયારામના એકસાથે આશીર્વાદ લેવા. તેનાથી આપના જીવનના તમામ સંકટ દૂર થશે.

⦁ પૂજા પૂર્ણ થયા બાદ તે જળનો ઘરના દરેક ખૂણામાં છંટકાવ કરવો જોઈએ. કહે છે કે તેનાથી આપના ઘરમાં જો કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ હશે તો તે પણ દૂર થઈ જશે !

⦁ રામનવમીના દિવસે પૂજનવિધિ પૂર્ણ થયા બાદ પ્રભુ સન્મુખ ઘીનો દીવો પ્રજવલિત કરીને રામચરિત માનસનો પાઠ કરવો જોઈએ.

⦁ જો તમે રામચરિત માનસનો પાઠ ન કરી શકો તો સુંદરકાંડનો પાઠ જરૂર કરવો. કારણ કે શ્રીરામને સુંદરકાંડ અત્યંત પ્રિય છે. કહે છે કે સુંદરકાંડનું પઠન કરવાથી ઘરમાં ખુશહાલીનું આગમન થાય છે તેમજ ધન અને વૈભવમાં વૃદ્ધિ થાય છે.

⦁ રામનવમીના દિવસે એક “ૐ શ્રીં હ્રીં ક્લીં રામચંદ્રાય શ્રી નમઃ” મંત્રનો 108 વખત જાપ કરવો સવિશેષ ફળદાયી મનાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles