મોટાભાગે દરેક ઘરમાં ફુદીનાનો ઉપયોગ ચટણી બનાવવા માટે થાય છે. ફુદીનાની સુગંધ ખૂબ જ સારી હોય છે અને તેનો સ્વાદ તાજગી આપે છે. તેનો ઉપયોગ ચામાં પણ કરવામાં આવે છે. ફુદીનાને વિટામીન એ, વિટામીન સી, કેલ્શિયમ, આયરન, ફાયબર, મેન્થોલ, એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરીયલ ગુણથી ભરપુર હોય છે. તેથી તેનો ઉપયોગ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ મળે છે. જો તમે પણ વારંવાર બીમાર પડી જતા હોય તો રાત્રે સૂતા પહેલા આ રીતે ફુદીનાની ચા બનાવી પીવાનું શરુ કરો. આ ચા શરીર માટે ફાયદાકારક છે.
સામગ્રી
ફુદીનાના પાન – 10 થી 12
કાળા મરી – 1/2 ચમચી
સંચળ – 1/2 ચમચી
પાણી – 2 કપ
રીત
ફુદીનાની ચા બનાવવા માટે એક પેનમાં પાણી લઈ તેને ધીમી આંચ પર ઉકાળો. તેમાં બધી જ વસ્તુઓ ઉમેરીને 5 મિનિટ ઉકાળો. ત્યારબાદ તેને ગાળી અને હુંફાળુ ગરમ હોય ત્યારે પી લેવું. આ ચા રાત્રે સૂતા પહેલા પીવાની છે.
ફુદીનાની ચા પીવાથી થતાં ફાયદા
– ફુદીનાની ચા પીવાથી ઊંઘ સારી આવે છે. કારણ કે રાત્રે ફુદીનાની ચા પીવાથી શરીરના સ્નાયૂને આરામ મળે છે. જેના કારણે તમને સારી ઊંઘ આવે છે.
– રાત્રે ફુદીનાની ચા પીવાથી પાચનતંત્ર સારું રહે છે. તેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ગેસ, અપચો, એસિડિટી, પેટનું ફૂલવું, પેટમાં દુખાવો વગેરે થતા નથી.
– ફુદીનાનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે થાય છે. ફુદીનો મોંઢામાં બેક્ટેરિયા વધતા અટકાવે છે. તેનાથી શ્વાસની દુર્ગંધ દુર થાય છે.
– પીરિયડ્સ દરમિયાન પેટમાં અસહ્ય દુખાવો થાય છે. આવી સ્થિતિમાં ફુદીનાની ચા પીવી ફાયદાકારક છે. તેનાથી દુખાવો ઘટે છે અને આરામ મળે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)