જયારે ચંદ્રમા પૃથ્વી અને સૂર્ય વચ્ચેથી પસાર થાય છે ત્યારે પૃથ્વીના એક નાના ભાગથી સૂર્યની દ્રષ્ટિ છુપાઈ જાય છે, તો સૂર્યગ્રહણ થાય છે. જયારે ચંદ્ર પૃથ્વીની છાયામાં આવી જાય છે, જેનાથી ચંદ્ર ડાર્ક થઇ જાય છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ, નારંગી, બ્લુ જેવો દેખાય છે અથવા પૂર્ણ ચંદ્ર એકદમ ગાયબ થઇ જાય છે. આ વર્ષે કુલ ચાર ગ્રહણ લાગવા જઈ રહ્યા છે, જેમાં બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્રગ્રહણ હશે. બંને જ ભારતમાં જોવા નહિ મળે. ચાલો જાણીએ આ વર્ષે લાગવા વાળા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ અંગે.
ક્યારે લાગશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ
2023માં પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલે સવારે 7:04 થી બપોરે 12:29 દરમિયાન થશે. બીજું સૂર્યગ્રહણ આ વર્ષે 14મી ઓક્ટોબરે જોવા મળશે. જ્યારે વર્ષનું બીજું સૂર્યગ્રહણ આંશિક હશે, પ્રથમ સંકર હશે.
સંકર સૂર્યગ્રહણ શું હોય છે?
જ્યારે વલયાકાર ગ્રહણ અને પૂર્ણ સૂર્યગ્રહણ ભેગા થાય છે, ત્યારે સંકર સૂર્યગ્રહણ થાય છે. આ એક દુર્લભ પ્રકારનું ગ્રહણ છે. આ કિસ્સામાં, પૃથ્વીના ગ્રહણ માર્ગના ભાગો ઓમ્બ્રામાં આવે છે – ચંદ્રના પડછાયાનો સૌથી ઘાટો ભાગ પૂર્ણ સૂર્યગ્રહણ બનાવે છે. વર્ણસંકર ગ્રહણમાં, સૂર્ય થોડી સેકન્ડો માટે રિંગ આકારનો બની જાય છે.
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ક્યાં દેખાશે?
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયા, પૂર્વ અને દક્ષિણ એશિયા, પેસિફિક મહાસાગર, એન્ટાર્કટિકા અને હિંદ મહાસાગરમાંથી દેખાશે. જોકે ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જોકે ભારતીયો તેને અન્ય દેશોમાંથી લાઈવ ટેલિકાસ્ટ દ્વારા જોઈ શકે છે.
વર્ષનું બીજું સૂર્યગ્રહણ ક્યારે થશે?
14 ઓક્ટોબરે વર્ષ 2023નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ થશે. પરંતુ તે પણ ભારતમાં દેખાશે નહીં. આ પણ લોકો લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશે.
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ક્યારે થશે?
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મે, 2023ના રોજ થશે. આ એક ઉપચ્છાયા ગ્રહણ છે જે નરી આંખે જોઈ શકાતું નથી.
વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ક્યારે થશે?
વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ભારતના સમય મુજબ 29 ઓક્ટોબર 2023ના રોજ થશે. આ આંશિક ચંદ્રગ્રહણ હશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)