જ્યારે કોરોના વાયરસે વિશ્વભરમાં પોતાનો કહેર બતાવવાનું શરૂ કર્યું, ત્યારથી રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો, જેથી આપણે પોતાને ચેપથી બચાવી શકીએ. આ માટે લોકોએ લીંબુનું સેવન વધાર્યું કારણ કે તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જે લોકો પોતાનું વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ પણ લીંબુનું સેવન વધારે કરે છે. જો અમે તમને કહીએ કે તમે જે લીંબુનો રસ આડેધડ પી રહ્યા છો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, તો શું તમને આ સાંભળીને નવાઈ નહીં લાગે? ભારતના પ્રખ્યાત ન્યુટ્રિશન એક્સપર્ટ નિખિલ વત્સે જણાવ્યું કે જો આપણે લીંબુનું વધુ પડતું સેવન કરીએ તો આપણા શરીરને શું નુકસાન થઈ શકે છે.
લીંબુના વધુ સેવનથી નુકસાન
1. ટોન્સિલ્સની સમસ્યા
જો તમે જરૂરીયાતથી વધુ લીંબુ પાણીનું સેવન કરો છો તો તમારા ગળામાં નુકસાન પહોંચે છે કારણ કે ખાટી વસ્તુ વધુ ખાવાથી ગળામાં દુખાવો અને ટોન્સિલ્સની સમસ્યા આવી શકે છે.
2. દાંતને નુકસાન
લીંબુમાં એસિડિક પ્રોપર્ટીઝ ખુબ વધુ હોય છે જે દાંતની સફાઈમાં કામ આવી શકે છે, પરંતુ તેના વધુ ઉપયોગથી દાંતને નુકસાન પણ પહોંચી શકે છે. કારણ કે લીંબુનો રસ જો દાંતા સંપર્કમાં વધુ આવે તો ઉપરી પરત એટલે કે ઇનેમલને બગાડી શકે છે. તેથી જો તમે વધુ લીંબુનું સેવન કર્યું છે તો તત્કાલ બ્રશ કરવાથી બચવું જોઈએ. તેના કરતા સાદા પાણીથી કોગળા કરવા જોઈએ.
3. ઇનડાઇઝેશન
લીંબુને હંમેશા ડાઇઝેશનને સારૂ બનાવવાની રીત સમજવામાં આવી છે, પરંતુ જો તમે વધુ લીંબુ પાણી પીશો તો તેની આડઅસર થઈ શકે છે. લીંબુના વધુ સેવનથી એસિડ રિફ્લક્સ અને ગેસ્ટ્રોઓસોફેગલ રિફ્લક્સ જેવી બીમારીઓ આવી શકે છે. તમારૂ પાચન તંત્ર ખરાબ થઈ શકે છે અને એક્સ્ટીમ કંડીશનમાં ઉલ્ટી પણ થઈ શકે છે.
(નોંધ: સામાન્ય જાણકારીના આધારે આ માહિતી આપવામાં આવી છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો)