fbpx
Monday, December 23, 2024

હનુમાન ચાલીસાના આ ઉપાયથી દૂર થશે તમામ કષ્ટ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

આ વર્ષે એપ્રિલે હનુમાન જયંતિનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે બજરંગબલીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાથે જ હનુમાન ચાલીસા નો પાઠ કરવામાં આવે છે. હનુમાન જયંતિના દિવસે હનુમાન ચાલીસાના કેટલાંક ઉપાયો અજમાવવાથી ઘણો લાભ થાય છે. આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપરાંત વિવાહમાં આવી રહેલી અડચણો પણ દૂર થાય છે.

હનુમાન ચાલીસાના કેટલાંક ઉપાય હનુમાન જયંતિના દિવસે કરવાથી અઢળક લાભ મળે છે. હનુમાનજી પ્રસન્ન થાય છે અને જીવનમાં આવી રહેલી અડચણો દૂર કરે છે.

આર્થિક સમસ્યાઓ દૂર થશે: આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે હનુમાન ચાલીસાને પીળા રંગના વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખો. દરરોજ તેની પૂજા કરો. આમ કરવાથી ધન લાભ થાય છે.

નોકરી સંબંધિત અવરોધો દૂર થશે: હનુમાન જયંતિના દિવસે હનુમાન ચાલીસાને પીળા રંગના વસ્ત્રમાં લપેટીને કાર્યસ્થળ પર રાખો. કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા એકવાર પાઠ જરૂર કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી નોકરીમાં આવતી અડચણોનો અંત આવે છે.

રાહુની બાધા દૂર થશે: રાહુની બાધાઓથી બચવા માટે 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. કાળા કૂતરાને રોટલી ખવડાવો.

સ્વાસ્થ્ય માટેના ઉપાયો: જો ઘરમાં કોઈની તબિયત ખરાબ રહેતી હોય તો તે બીમાર વ્યક્તિને બને ત્યાં સુધી હનુમાન ચાલીસાનો પાઠ સંભળાવો. આમ કરવાથી આસપાસની નકારાત્મકતા દૂર થાય છે અને શરીર સ્વસ્થ બને છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles