જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કોઇપણ દેવી-દેવતાની કૃપાને પ્રાપ્ત કરવા માટે પૂજાપાઠની સાથે સાથે મંત્રોનો પણ સહારો લેવામાં આવે છે. કહેવાય છે કે મંત્રનું યોગ્ય ઉચ્ચારણ કરીને જાપ કરવામાં આવે તો જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે ! હિન્દુ ધર્મમાં મંત્રોનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
મંત્ર મનોકામનાની પૂર્તિ કરનારા મનાય છે. આમ, તો મંત્ર અનેક છે. પણ, અમારે આજે આપને એક અત્યંત ગોપનીય મંત્ર જણાવવો છે. આ મંત્ર આપનો ભાગ્યોદય કરાવી દેશે. આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.
મંત્ર કરાવશે ભાગ્યોદય !
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક હેતુને સિદ્ધ કરવા માટે અલગ અલગ મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેટલાક મંત્ર વ્યક્તિની દરેક ઇચ્છાઓની પૂર્તિ કરી શકે છે. પણ અમારે આજે એક ખાસ મંત્રની વાત કરવી છે. દરેક વ્યક્તિને નસીબનો સાથ નથી મળતો. ઘણીવાર એવું બને છે કે ખૂબ જ મહેનત કરવા છતાં પણ વ્યક્તિને સુખ-સુવિધાઓ પ્રાપ્ત નથી થતી. જો વ્યક્તિને કર્મ અનુસાર પૂર્ણ ફળ ન મળી રહ્યું હોય, તો તેમાં તેના ભાગ્યનો દોષ હોઈ શકે છે. એવામાં ભાગ્યને ચમકાવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં એક અદભુત મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્ર એટલે ભાગ્યની ઉન્નતિ કરાવનારો મંત્ર. સૂતેલા ભાગ્યને ચમકાવી દેતો ભાગ્યોદય મંત્ર ! આ મંત્રને જાપ દ્વારા સિદ્ધ કરીને તમે તેના અનેકવિધ લાભની પ્રાપ્તિ કરી શકો છો.
ભાગ્યોદય મંત્ર
ૐ એં શ્રીં ભાગ્યોદયં કુરુ કુરુ શ્રીં એં ફટ્ ।
24 મિનિટ બદલશે તમારું ભાગ્ય !
⦁ એક માન્યતા અનુસાર આ અત્યંત ગોપનીય મંત્રનો જાપ જો આપ સૂવાના સમય પહેલા કરો છો તો તે અત્યંત લાભદાયી બની રહે છે.
⦁ મંત્રનો જાપ કરતા પૂર્વે સૌપ્રથમ સ્વચ્છ થઇ જવું અને ત્યારબાદ જ મંત્રનો જાપ કરવો.
⦁ પ્રચલિત માન્યતા અનુસાર પૂરી 24 મિનિટ સુધી આ મંત્રનો જાપ કરવાનો છે. અને આવું ઓછામાં ઓછું સળંગ 21 દિવસ સુધી કરવાનું છે !
⦁ સતત 21 દિવસ સુધી આ મંત્રનો જાપ કરવાથી આપ સ્વયં જ તેનો ચમત્કાર અનુભવી શકશો.
⦁ 21 દિવસ સુધી નિત્ય 24 મિનિટ આ મંત્ર જાપ કરવાથી ભગવાન પ્રસન્ન થઇને વ્યક્તિના સૂતેલા ભાગ્યને જગાડી દે છે. વ્યક્તિના નસીબનું ચક્ર ગતિશીલ કરી દે છે !
⦁ 24 મિનિટ શક્ય ન હોય તો આપ આપની ઈચ્છા અનુસાર આ મંત્રનો 21 કે 51 વખત જાપ કરી શકો છો. પણ, તેનો ઓછામાં ઓછો 11 વખત તો જાપ કરવો જ જોઈએ.
⦁ આ મંત્રજાપ બાદ ભગવાનનો આભાર જરૂરથી માનવો જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)