ઉનાળાની શરૂઆત થાય કે તુરંત જ શરીરમાં ઘણી બધી સમસ્યાઓ પણ થવા લાગે છે. સૌથી વધારે ડીહાઇડ્રેશનની ફરિયાદ રહેતી હોય છે. આ સિવાય ખાધેલો ખોરાક ન પહોંચવાનું અને એસીડીટી થવાનું પણ વધી જાય છે. પાચન સંબંધિત ઘણી સમસ્યા આ દિવસો દરમિયાન પરેશાન કરે છે. પરંતુ જો તમે પોતાના દૈનિક આહારમાં કેટલાક ફેરફાર કરો તો ઉનાળા દરમિયાન પણ શરીર ફીટ રહે છે. ઉનાળાના દિવસોમાં દિવસ દરમિયાન પ્રવાહી પદાર્થ વધારે લેવા જોઈએ. કારણ કે આ સમય દરમિયાન શરીરને તરલ પદાર્થ ની જરૂરિયાત વધારે હોય છે. આજે તમને એવા ચાર જ્યુસ વિશે જણાવીએ જેને પીવાથી શરીરમાં ઉર્જા રહે છે અને સ્વાસ્થ્ય લાભ પણ થાય છે.
પાલકનો જ્યુસ
પાલક ખાવાથી સ્વાસ્થ્યને ઘણા બધા લાભ થાય છે. ગરમીના દિવસોમાં તેનું જ્યુસ બનાવીને દિવસમાં એક વખત પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને રક્તની ખામી પણ સર્જાતી નથી.
કારેલાનો રસ
સ્વાદમાં કડવા કારેલા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. કારેલાના જ્યુસ નું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને ખાસ ફાયદો થાય છે. સાથે જ તેનાથી કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.
દુધીનો રસ
દુધીના રસમાં વિટામિન સી, ફોસ્ફરસ, આયરન જેવા તત્વો હોય છે. ગરમીના દિવસોમાં દૂધીનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે અને ડીહાઇડ્રેશનની ફરિયાદ રહેતી નથી
એલોવેરા નો જ્યુસ
એલોવેરામાં ઘણા બધા ઔષધીય ગુણ હોય છે. તેના જ્યુસનું સેવન કરવાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. તેમાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરને ઘણા બધા રોગથી બચાવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)