હિન્દુ ધર્મમાં શુક્રવારના દિવસને માતા લક્ષ્મીને સમર્પિત માનવામાં આવ્યો છે. આ દિવસે વિધિ વિધાનથી લક્ષ્મીજીની પૂજા કરવાથી ધન સંબંધિત સમસ્યા અને શુક્ર ગ્રહ સંબંધિત સમસ્યા દૂર થાય છે. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ધન વૈભવ અને ઐશ્વર્ય દેનાર માતા લક્ષ્મીની પૂજા કરવાની સાથે કેટલાક ઉપાય કરવા પણ લાભકારી સાબિત થાય છે. આ ઉપાયો શુક્રવારે કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાથે જ કુંડળીમાં જો શુક્ર ગ્રહની સ્થિતિ નબળી હોય તો તે પણ મજબૂત થાય છે.
શુક્રવારના ઉપાય
આ દિવસે સવારે વહેલા જાગી જવું અને સ્નાન કરી સફેદ વસ્ત્ર ધારણ કરવા અને શુક્રવારનું વ્રત કરવાનો સંકલ્પ કરવો. ત્યાર પછી માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવી અને તેમને કમળનું ફૂલ અર્પણ કરવું તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
2. શુક્રવારના દિવસે લીમડાના જાળમાં જળ અર્પણ કરવું. માનવામાં આવે છે કે લીમડાના ઝાડમાં માતા ભગવતી નો વાસ હોય છે આમ કરવાથી ગ્રહદોષ દૂર થાય છે.
3. શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ રંગ માતા લક્ષ્મીને પ્રિય છે. આ દિવસે ચોખા ખાંડ દૂધ દહીં વગેરેનું દાન કરવું જોઈએ.
4. જો તમારા કોઈ કામમાં સમસ્યાઓ આવી રહી હોય અને સફળતા ન મળતી હોય તો શુક્રવારના દિવસે કાળી કીડીને ખાંડ ખવડાવવાથી લાભ થાય છે.
5. પાંચ શુક્રવાર સુધી ખીર બનાવીને મંદિરમાં દાન કરવાથી જીવનમાં આવેલા સંકટ દૂર થાય છે.
શુક્રવારે કરો આ મંત્રોનો જાપ
– ॐ શું શુક્રાય નમ:
– હિમકુંદ મૃણાલાભં દૈત્યાનાં પરમં ગરુમ્
સર્વશાસ્ત્ર પ્રવત્કારં ભાર્ગવં પ્રણમામ્યહમ્
– ॐ દ્રાં દ્રી દ્રૌં સ: શુક્રાય નમ:
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)