fbpx
Thursday, October 24, 2024

આ 3 રાશિવાળાઓએ અત્યારે જ સાવધાન થઈ જવું જોઈએ! 2 વિનાશકારી યોગ તમારા જીવનમાં મુશ્કેલી ઊભી કરી શકે છે!

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એપ્રિલ મહિનામાં કેટલાય ગ્રહોનું ગોચર થવા જઇ રહ્યું છે. આ ગ્રહ ગોચરમાં દેવ ગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ અને બુધ ગ્રહ પણ સામેલ છે. આ બંન્ને ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. 21 એપ્રિલે બુધ ગ્રહ અને 22 એપ્રિલે ગુરુ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ બંન્ને ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરતાં જ રાહુ સાથે મળીને ચાંડાલ યોગ બનાવશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગ ખૂબ જ વિનાશકારી માનવામાં આવે છે. ગ્રહના રાજા સૂર્ય પણ મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, જ્યાં પહેલેથી જ રાહુ બિરાજમાન છે. આપને જણાવી દઇએ કે રાહુ અને સૂર્યની યુતિથી ગ્રહણના યોગ બને છે. માનવામાં આવી રહ્યું છે કે એપ્રિલ મહિનામાં સર્જાનાર આ બંને યોગ ખૂબ ખતરનાક સાબિત થશે. એમાં પણ 3 રાશિના જાતકોએ સવિશેષ સાવધાની રાખવાની જરૂર પડશે. ત્યારે, આવો જાણીએ કે રાશિઓ કઈ છે ?

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોએ આ મહિનામાં વધારે જ સાવધાની રાખવાની જરૂર છે. આપને કાર્યક્ષેત્રમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે. વિરોધીઓ આપનો લાભ પણ ઉઠાવી શકે ! આ સમય દરમ્યાન આપની આર્થિક સ્થિતિ નબળી થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. એટલે, બિનજરૂરી ખર્ચા પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે. જો આપ વ્યવસાય કરી રહ્યા હોવ તો આ સમય દરમ્યાન સમજી વિચારીને વ્યવસાયમાં રોકાણ કરવું જોઇએ.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોએ એપ્રિલ મહિનામાં થનાર આ પરિવર્તનના કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે. તુલા રાશિના જાતકોએ આ સમય દરમ્યાન સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું પડશે. પરિવારમાં થોડી રકઝક જેવી સ્થિતિ સર્જાશે. લગ્ન જીવનની વાત કરીએ તો ઘરમાં કલેશ થવાની શક્યતા રહેશે !સંબંધો તૂટવા સુધી પણ પહોંચી શકે છે ! સમજી વિચારીને પછી જ કોઇપણ નિર્ણય લેવો જોઈએ.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોને આ યોગનું મિશ્ર પરિણામ મળશે. કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યાઓ સતાવશે. શક્ય હોય તો કાર્યસ્થળ પર કોઇપણ પ્રકારના વિવાદમાં ન પડવું. નહીંતર, તે મુશ્કેલીઓ સર્જી શકે છે ! આ યોગના કારણે આપને આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડશે. લગ્ન જીવનની વાત કરીએ તો પતિ-પત્નીના સંબંધોમાં મતભેદની સમસ્યા રહેશે. નાની-મોટી વાતોને લઈ ખટરાગ થઈ શકે !

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles